Gujarat News/ ZED સર્ટિફિકેશનમાં ગુજરાત નંબર-1, રાજકોટે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

ZED Certification મળ્યા બાદ અનેક ઉદ્યોગોએ ઉત્પાદન પ્રક્રિયામાં આધુનિક મશીનરી અને ગુણવત્તા નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ વધાર્યો છે

Top Stories Gujarat
ગુજરાતે ઝીરો ઈફેક્ટ, ઝીરો ડિફેક્ટ (ZED Certification)દેશભરમાં પ્રથમ સ્થાન હાંસલ કરીને ઔદ્યોગિક વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે

Gujarat News : ગુજરાતે ઝીરો ઈફેક્ટ, ઝીરો ડિફેક્ટ (ZED Certification)દેશભરમાં પ્રથમ સ્થાન હાંસલ કરીને ઔદ્યોગિક વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. રાજ્યના કુલ 41,556 MSME એકમોએ ZED પ્રમાણપત્ર મેળવ્યા છે, જ્યારે એન્જિનિયરિંગ ઉદ્યોગ માટે પ્રખ્યાત રાજકોટે (Rajkot)9,692 પ્રમાણપત્રો સાથે રાજ્યમાં જ નહીં, પરંતુ દેશભરમાં પણ આગવું સ્થાન મેળવ્યું છે.

કેન્દ્ર સરકારની ZED યોજના હેઠળ નાના અને મધ્યમ ઉદ્યોગોને ગુણવત્તા સુધારવા, આધુનિક ટેકનોલોજી અપનાવવા અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન પદ્ધતિઓ વિકસાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આ પહેલના કારણે ગુજરાતના ઉદ્યોગો હવે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણોને વધુ અસરકારક રીતે અનુસરી રહ્યા છે.

ZED Certification મળ્યા બાદ અનેક ઉદ્યોગોએ ઉત્પાદન પ્રક્રિયામાં આધુનિક મશીનરી અને ગુણવત્તા નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ વધાર્યો છે. પરિણામે ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો થયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદનો પ્રત્યે વિશ્વાસ પણ વધ્યો છે. વિદેશી ગ્રાહકો પાસેથી નવા ઓર્ડર મળતા નિકાસને પણ વેગ મળી રહ્યો છે.

આ યોજના માત્ર ઔદ્યોગિક વિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને ટકાઉ ઉત્પાદન પદ્ધતિઓના અમલથી ઉદ્યોગો હરિત વિકાસ તરફ આગળ વધી રહ્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે વધુ MSME એકમો ZED સર્ટિફિકેશન સાથે જોડાતા જશે તેમ ભારતીય ઉત્પાદનોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે. આ સાથે નિકાસમાં વધારો, રોજગારીની નવી તકો અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પણ વધુ મજબૂતી મળશે.


આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો : અજોડ છે ગુજરાતનો 20 વર્ષનો ઔદ્યોગિક વિકાસ

આ પણ વાંચો : ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ પથ વધુ પ્રસસ્ત, ક્રિટિકલ પોલ્યુટેડ કેટેગરીમાંથી આ 5 શહેરોને મળી મુક્તિ