Junagadh News/ જૂનાગઢના પશુપાલકો માટે ખુશખબર: સાવજ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો, દાણ પર સબસિડીની જાહેરાત

જૂનાગઢ જિલ્લાના ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા પશુપાલકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. સાવજ ડેરીના મેનેજમેન્ટે પશુપાલકોને આર્થિક ટેકો આપવાના ઉદ્દેશ્યથી દૂધ ખરીદીના દરમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવો નિર્ણય આજથી જ લાગુ થઈ ગયો હોવાથી, હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટના રૂપિયા 880 મળતા થશે.

Gujarat Others Breaking News
Savaj Dairy

Junagadh News: જૂનાગઢ જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સાવજ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરીએ દૂધ ખરીદના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો જાહેર કર્યો છે, જેના કારણે આજથી પ્રતિ કિલો ફેટનો ભાવ રૂપિયા 880 થઈ ગયો છે.

Savaj Dairy એ કર્યો દુધ ખરીદના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો જાહેર

ચોમાસાની ખેંચ અને પશુપાલનના સતત વધતા જતા ખર્ચ વચ્ચે સાવજ ડેરી (Savaj Dairy)એ પશુપાલકો(Cattle breeder)ના હિતમાં આ નિર્ણય લીધો છે.  ડેરીના આ નિર્ણયથી પશુપાલકોને સીધો આર્થિક લાભ મળશે. આ દૂધ ખરીદના ભાવમાં વધારો પશુપાલકો માટે રાહતરૂપ સાબિત થશે. છેલ્લા માત્ર 20 દિવસની અંદર જ પ્રતિ કિલો ફેટના ભાવમાં કુલ  રૂપિયા 30નો વધારો કરવામાં આવ્યો છે.

સાવજ દાણ પર રૂપિયા 155 ની સબસિડી જાહેર

આ ઉપરાંત સાવજ ડેરી દ્વારા પશુપાલકોને વધુ સહાયરૂપ બનવા માટે સાવજ દાણ પર પ્રતિ બેગ રૂપિયા 155ની સબસિડી પણ જાહેર કરવામાં આવી છે. જેના કારણે પશુઆહારના ખર્ચમાં ઘટાડો થશે અને પશુપાલકોને વધારાની આર્થિક મદદ મળશે.

મહત્વની વાત એ છે કે છેલ્લા 20 દિવસમાં પ્રતિ કિલો ફેટના ભાવમાં કુલ ₹30નો વધારો કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે ડેરી પશુપાલકોના હિતોને ધ્યાનમાં રાખીને સતત નિર્ણયો લઈ રહી છે. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા અને નિયામક મંડળ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને પશુપાલકોમાં આવકાર મળ્યો છે. દૂધના વધેલા ભાવ અને દાણ પર મળતી સબસિડીના કારણે જિલ્લાના હજારો પશુપાલકોને સીધો લાભ મળશે અને તેમની આવકમાં વધારો થવાની સંભાવના છે.


આ પણ વાંચો:જૂનાગઢમાં દિનેશ ખાટરીયાએ જવાહર ચાવડાને કહ્યા ‘શિખંડી’, રાજકારણ ગરમાયું!

આ પણ વાંચો:ગાંધીનગર બર્ડ ફ્લૂ એલર્ટ, પશુપાલન વિભાગની 18 ટીમો દ્વારા પોલ્ટ્રી ફાર્મમાં સઘન ચેકિંગ શરૂ

આ પણ વાંચો:મહેસાણામાં એમ.ટેક. થયેલા યુવાને પશુપાલન ક્ષેત્રે ઝંપલાવ્યું, નવયુવાનો માટે પ્રેરણાદાયક કિસ્સો