Gandhinagar News/ સૌરાષ્ટ્ર-કચ્છની વાઇબ્રન્ટ સમિટનું 8-9મી જાન્યુઆરીએ આયોજન

ગુજરાતમાં હવે વાઇબ્રન્ટ ગુજરાત ઉપરાંત ઝોનવાઇઝ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે. આ સંદર્ભમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની વાઇબ્રન્ટ સમિટનું 8 અને 9મી જાન્યુઆરી રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં હવે વાઇબ્રન્ટ ગુજરાત ઉપરાંત ઝોનવાઇઝ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે. આ સંદર્ભમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની વાઇબ્રન્ટ સમિટનું 8 અને 9મી જાન્યુઆરી રાજકોટ ખાતે આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતની વાઇબ્રન્ટ સમિટનું મહેસાણા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાં આવેલી ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી. બે દિવસની આ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં 21 સેક્ટરમાં કુલ 1,212 સમજૂતીપત્રો પર સહીસિક્કા થયા હતા. તેના દ્વારા રાજ્યમાં કુલ રૂ. 3.24 લાખ કરોડનું રોકાણ ગુજરાતમાં આવશે.

સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની વાઇબ્રન્ટ સમિટ 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. સમિટ માટેનું સ્થળ હાલમાં પસંદ કરવામાં આવી રહ્યું છે. રેસકોર્સ ગ્રાઉન્ડ, અટલ સરોવર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આમાંથી કોઈપણ સ્થળ પસંદ કરી શકાય છે.

મારવાડી યુનિવર્સિટીમાં ઉત્તમ માળખાગત સુવિધાઓ અને અન્ય સુવિધાઓ હોવાથી, ત્યાં વાઇબ્રન્ટ સમિટ યોજવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં યોજાનારી સૌરાષ્ટ્ર ઝોન વાઇબ્રન્ટ સમિટનો લાભ ઉદ્યોગપતિઓ અને વ્યવસાયિક નેતાઓને મળશે. આમ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ વેગ પકડશે તેમ માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને કચ્છને દરિયાકિનારાના કેન્દ્રો તરીકે નિકાસ આધારિત ઉદ્યોગ તરીકે વિકસાવવાની પ્રબળ સંભાવના રહી છે. ગુજરાતમાં વિવિધ બંદરોએ પણ નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. તેના કારણે ગુજરાતમાં પોર્ટ આધારિત અને નિકાસલક્ષી ઉદ્યોગોનું અદકેરું સ્થાન છે. તેથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છને નિકાસલક્ષી ઝોન તરીકે વિકસાવવામાં આવે તો આશ્ચર્ય નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: andhinagar News/રાજ્યમાં વર્ષ ૨૦૦૦-૦૧માં જાહેર દેવું GSDPના ૨૩.૮૬ % હતું, જે ઉત્તરોત્તર ઘટીને વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજ મુજબ ૧૫.૩૪ % થયું

આ પણ વાંચો:  Gandhinagar News/પંચમહાલની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશની શ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” નો એવોર્ડ

આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી