Not Set/ ભાજપ આજે સાંસદ અર્જુન સિંહ પર થયેલા હુમલાનો કરશે વિરોધ, ફરી થઇ શકે છે ટીએમસી સાથે વિવાદ

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. છેલ્લા ત્રણ દિવસથી ભાજપ પોતાના કાર્યકરો પર થયેલા હુમલાનાં વિરોધમાં મમતા બેનર્જી સરકારને નિશાન બનાવી રહી છે. ભાજપનાં પ્રદેશ એકમના પ્રમુખ દિલીપ ઘોષ અને સાંસદ અર્જુન સિંહ પર થયેલા હુમલાનાં વિરોધમાં 12 કલાકનાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભાજપનાં વિરોધને કારણે બેરેકપુર અને ઉત્તર 24 પરગણા સહિત અન્ય […]

Top Stories India

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. છેલ્લા ત્રણ દિવસથી ભાજપ પોતાના કાર્યકરો પર થયેલા હુમલાનાં વિરોધમાં મમતા બેનર્જી સરકારને નિશાન બનાવી રહી છે. ભાજપનાં પ્રદેશ એકમના પ્રમુખ દિલીપ ઘોષ અને સાંસદ અર્જુન સિંહ પર થયેલા હુમલાનાં વિરોધમાં 12 કલાકનાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ભાજપનાં વિરોધને કારણે બેરેકપુર અને ઉત્તર 24 પરગણા સહિત અન્ય શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભાજપનું કહેવું છે કે, મમતા સરકાર રાજકીય દ્વેષને કારણે પાર્ટીનાં નેતાઓ પર કાર્યકર્તાઓને નિશાનો બનાવી રહી છે. પોલીસની મદદથી ટીએમસીનાં ગુંડાઓ ભાજપ સાથે સંકળાયેલા લોકોને પરેશાન કરી રહ્યા છે. આ બધાની વચ્ચે મમતા સરકારે દુર્ગાપૂજા પંડાલો અંગે મોટો નિર્ણય લીધો છે. હવે દુર્ગાપૂજા સમિતિઓને 10 હજાર રૂપિયાને બદલે 25 હજાર રૂપિયા મળશે. એ વાત જુદી છે કે ભાજપે તેને રાજકીય નાટક ગણાવ્યું છે. ભાજપનું કહેવું છે કે, મમતા બેનર્જી તુષ્ટિકરણનાં રાજકારણથી સમાજને વિભાજીત કરી રહ્યા છે. જ્યાં સુધી દુર્ગાપૂજા સમિતિઓને મદદ કરવાની વાત છે ત્યાં સુધી કોર્ટનાં દખલ બાદ બધુ શક્ય બન્યું. ભાજપનું કહેવું છે કે, મમતા સરકાર સુનિયોજિત નીતિ હેઠળ હિન્દુઓને હેરાન કરી રહી છે.

ભાજપનાં આક્ષેપો અંગે ટીએમસીનું કહેવું છે કે, રાજ્યમાં દરેક પક્ષને રાજકારણ કરવાની છૂટ છે. પરંતુ રાજકારણનાં નામે જે રીતે બંગાળનાં સામાજિક બનાવટને નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે ખોટું છે. ભાજપનાં લોકો બહારનાં લોકોને બોલાવીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ પશ્ચિમ બંગાળ સરકારનાં ઇરાદા સ્પષ્ટ છે. જો કોઈ રાજકીય પક્ષનાં નેતા વાતાવરણ બગાડશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.