કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બંગાળની સાથે સાથે કેરળ પર પણ પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. શાહે કેરળના ત્રિપુનિથુરા શહેરમાં બુધવારે એક રોડ શોનું આયોજન કર્યું. શાહે આ સમયગાળા દરમિયાન નન ઉત્પીડનના આરોપીઓને સજા અપાવવાનો વાયદો કર્યો. આ સાથે જ ભ્રષ્ટાચાર અને રાજકીય હિંસાને લઇને પણ નિશાન તાક્યું.
શાહે રોડ શો દરમિયાન સોનાની દાણચોરીને લઇને કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયન પર નિશાન તાક્યું અને તેમને એ બતાવવા માટે કહ્યું કે તેમના પૂર્વ પ્રધાન સચિવ એમ શિવશંકર આ ગોટાળામાં સામેલ છે? શાહે કહ્યું કે દેશમાં કોઇપણ ગોટાળાની તપાસ ભારતીય એજન્સીઓ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યના લોકો વિપક્ષી યુડીએફ અને સત્તારુઢ એલડીએફના વિકલ્પ તરીકે ભાજપાને જુએ છે. વરિષ્ઠ ભાજપના નેતા એસ.રાધાકૃષ્ણન ત્રિપુનીથુરાથી પાર્ટીના ઉમેદવાર છે.
આજનો રોડ શો પૂર્ણાથ્રઇસા મંદિરની નજીક જઇને સમાપ્ત થયો. શાહની સાથે સેંકડો કાર્યકર્તા અને પાર્ટી સમર્થક ઝંડા લઇને ખુલ્લા વાહનોમાં ચાલી રહ્યા હતા. રસ્તાની બન્ને બાજુ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઇ હતી.
