Ahmedabad News/ અમદાવાદમાં ₹519 કરોડના બોગસ ડોનેશન કૌભાંડનો આરોપ

Fake Political Party: અમદાવાદમાં કાગળ પર રાજકીય પક્ષ ઊભો કરી ૫૧૯ કરોડના બોગસ ડોનેશન અને 155 કરોડની કરચોરી આચરવાના કેસમાં સીઆઈડી ક્રાઈમે અધ્યક્ષ, સીએ અને કન્સલ્ટન્ટ સામે ગુનો નોંધ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
Fake Political Party

Ahmedabad Fake Political Party Scam: અમદાવાદમાં માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતા રાજકીય પક્ષના નામે કરોડો રૂપિયાના કથિત બોગસ ડોનેશન અને કરચોરીનો મામલો સામે આવ્યો છે.

નરોડા રોડ પર નોંધાયેલા ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી’ સામે CID ક્રાઈમ, ગાંધીનગર ખાતે ગુનો નોંધાયો છે.

ફરિયાદ મુજબ, આ સમગ્ર વ્યવસ્થા દ્વારા રૂ. 519 કરોડના બોગસ ડોનેશન મેળવવામાં આવ્યા અને અંદાજે રૂ. 155 કરોડની કરચોરી કરવામાં આવી હોવાનો આરોપ છે.

કાગળ પર રાજકીય પક્ષ, સ્થળ પર કોઈ ઓફિસ નહીં

આયકર ભવનના આસિસ્ટન્ટ ડિરેક્ટર મુક્તેન્દ્રકુમાર શતીશકુમારની ફરિયાદ મુજબ, પાર્ટીનું(Fake Political Party) સત્તાવાર સરનામું નરોડા રોડના મહાવીર નગર વિસ્તારમાં દર્શાવવામાં આવ્યું હતું.

જોકે, તપાસમાં આ સ્થળે પાર્ટીની(Fake Political Party) કોઈ ઓફિસ, સ્ટાફ કે રાજકીય પ્રવૃત્તિ જોવા મળી ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આક્ષેપ મુજબ, પક્ષનો ઉપયોગ કરચોરી માટેની વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવ્યો હતો.

Fake Political Party

80GGC હેઠળ 100% ટેક્સ મુક્તિનો કથિત લાભ

આરોપીઓએ મોટા કરદાતાઓ પાસેથી બેંકિંગ ચેનલ દ્વારા રાજકીય પક્ષના(Fake Political Party) નામે દાન મેળવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આવા દાન પર આવકવેરા કાયદાની કલમ 80GGC હેઠળ 100 ટકા કપાતનો લાભ મળતો હોવાનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ છે.

ત્યારબાદ આ રકમ ‘જય ટ્રેડિંગ કંપની’ નામની કથિત શેલ પેઢીમાં ટ્રાન્સફર કરી રોકડ ઉપાડવામાં આવતી હતી અને 8થી 9 ટકા કમિશન કાપીને બાકીની રકમ દાતાઓને કેશબેક તરીકે પરત આપાતી હોવાનો આરોપ છે.

ત્રણ મુખ્ય સૂત્રધારોના નામ સામે આવ્યા

ફરિયાદમાં સુરેન્દ્ર પરસોતમપ્રકાશ તિવારીને પક્ષના(Fake Political Party) રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેઓ પક્ષના બેંક ખાતા અને કથિત હવાલા વ્યવસ્થા સંભાળતા હોવાનો આરોપ છે.

મેહુલકુમાર મહેશકુમાર ખત્રી ટેક્સ કન્સલ્ટન્ટ અને ITRP તરીકે કરદાતાઓ પાસેથી દાન મેળવવા તથા શેલ એકમોમાં નાણાં ટ્રાન્સફર કરવાના નેટવર્કમાં મધ્યસ્થી તરીકે કામ કરતા હોવાનો આરોપ છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુરસિંહ ચંદનસિંહ રાઠોડે ભૌતિક કે હિસાબી ચકાસણી વિના ખોટા કન્ટ્રીબ્યુશન રિપોર્ટ પ્રમાણિત કરી ચૂંટણી પંચમાં ફોર્મ 24A રજૂ કર્યું હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

CID ક્રાઈમ દ્વારા તપાસ શરૂ

સમગ્ર મામલે CID ક્રાઈમમાં ગુનો નોંધાયા બાદ પોલીસ તપાસ આગળ વધી રહી છે. PI કલ્પેશકુમાર પટેલ આ કેસની તપાસ કરી રહ્યા છે.

કથિત ડોનેશન, બેંક ટ્રાન્ઝેક્શન, શેલ કંપનીઓ અને કેશબેક વ્યવસ્થાની વિગતો તપાસનો મુખ્ય ભાગ બની શકે છે.


આ પણ વાંચો :અમદાવાદના ઢાલગરવાડ કાપડ બજારમાં વેપારી પર હુમલો, વિરોધમાં બજાર બંધ

આ પણ વાંચો :અસારવા પાણીની ટાંકીમાંથી ખોપરી-હાડકાં મળતાં સવાલ, માનવીના છે કે પ્રાણીના રહસ્ય

આ પણ વાંચો :અમદાવાદમાં 11 વર્ષની બાળકીના લગ્ન અટકાવાયા, મંડપમાંથી જ 181 અભયમે બચાવી