Ahmedabad News/ અમદાવાદના ઢાલગરવાડ કાપડ બજારમાં વેપારી પર હુમલો, વિરોધમાં બજાર બંધ

Ahmedabadના ઢાલગરવાડ કાપડ બજારમાં વેપારીની દુકાનમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં આજે વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળીને આક્રોશ વ્યક્ત કર્યો છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad

Ahmedabad News: અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ઢાલગરવાડ કાપડ બજારમાં વેપારીની દુકાનમાં ઘૂસી ટોળાએ તોડફોડ અને મારામારી કર્યાની ઘટના સામે આવી છે.

વાહન સાઇડમાં લેવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

આ ઘટનામાં કાકા-ભત્રીજા સહિત બચાવવા વચ્ચે પડેલા તેમના મિત્રને પણ ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Ahmedabad

વાહન સાઇડમાં લેવા બાબતે થયો હતો વિવાદ

મળતી માહિતી પ્રમાણે 24 સપ્ટેમ્બરે પાનકોર નાકા પાસે ટ્રાફિક દરમિયાન વાહન સાઇડમાં લેવા બાબતે અમાન મન્સૂરી અને ટૂ-વ્હીલર ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી.

ત્યારબાદ સાંજે આશરે સાત વાગ્યે અમાન અને તેમના કાકા મહંમદ અમીન મન્સૂરી ‘આલિયા ફેશન’ નામની દુકાન પર હાજર હતા.

આ દરમિયાન 7થી 8 જેટલા શખ્સો હથિયારો સાથે દુકાનમાં ઘૂસી આવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

ટોળાએ દુકાનમાં તોડફોડ કરી હતી અને કાકા-ભત્રીજાને બહાર ખેંચીને માર માર્યો હતો.

બચાવવા આવેલા તેમના મિત્ર ઝહીર સાથે પણ મારામારી કરવામાં આવી હતી અને તેમનો મોબાઇલ ફોન તોડી નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોને ઈજા

હુમલામાં ફરિયાદી મહંમદ અમીન મન્સૂરીના માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે અમાન મન્સૂરીને માથા, મોઢા અને ગળાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ફરિયાદી મહંમદ અમીન મન્સૂરી અને  અમાન મન્સૂરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભોગ બનનાર આકિલના જણાવ્યા પ્રમાણે, સામાન્ય અકસ્માતની બાબત બાદ મોટી સંખ્યામાં લોકો મારામારી કરવા આવ્યા હતા અને બચાવવા વચ્ચે પડેલા લોકોને પણ માર મારવામાં આવ્યો હતો.

Ahmedabad

CCTV ફૂટેજ સામે આવ્યા

વેપારી સાથે બનેલી આ ઘટનાના CCTV સામે આવ્યા છે. ફૂટેજમાં કેટલાક લોકો દુકાનમાં પ્રવેશીને મારામારી કરતા જોવા મળે છે.

સમગ્ર ઘટનાને લઈને મહંમદ અમીન મન્સૂરીએ ઇરફાન વલીભાઇ ઘાંચી, રીયાજ વારીશ શેખ, નુર મોહમદ શેખ, ઇરફાન યાસીનભાઇ શેખ, ઇકબાલ યાસીનભાઇ શેખ સહિત અન્ય 7 અજાણ્યા શખ્સો સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે .

Ahmedabad

હુમલાના વિરોધમાં ઢાલગરવાડ બંધ

વેપારી પર થયેલા હુમલાના વિરોધમાં ઢાલગરવાડના(Ahmedabad) વેપારીઓએ સ્વૈચ્છિક બંધનું એલાન આપ્યું છે. આજે 25 સપ્ટેમ્બરે કાપડ બજારમાં 100થી વધુ દુકાનો બંધ રાખીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે.

વેપારીઓએ(Ahmedabad) બજારમાં આવીને મારામારીની ઘટનાને વખોડી કાઢી છે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવાની માંગ કરી છે.

Ahmedabadના વેપારીઓનું કહેવું છે કે બજારમાં વેપારીઓની સુરક્ષા માટે યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે.