Vadodara News: સરકારી જમીન પર મોટા પાયે ગેરકાયદે દબાણ થયાનું સામે આવ્યું છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા ગામમાં સર્વે નં. 459ની જમીન પર કેટલીક કંપનીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે.
સ્થાનિક માહિતી મુજબ છેલ્લા દોઢ વર્ષથી આ દબાણ યથાવત હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. મામલો સામાજિક કાર્યકર્તાની સતત રજૂઆતો બાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે.
ઓનલાઇન અરજી, RTI અને વિવિધ રજૂઆતોના આધારે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચીને માપણી (મેઝરમેન્ટ) કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક લોકોમાં હવે સરકારી જમીન પરથી દબાણ તાત્કાલિક દૂર કરવાની માંગ તેજ બની છે. સાથે જ જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધાઈ કાયદેસર કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો: જૂનાગઢ ગિરનાર રોપ-વેમાં વાર્ષિક મેન્ટેનન્સ, 9 દિવસ સેવા રહેશે સ્થગિત
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો ટાટા કેમિકલ્સ સામે કડક વલણ, જામનગર મરીન સેન્ચ્યુરીને ‘કાળા રણ’માં ફેરવવાનો આક્ષેપ
