Ajab Gajab News/ મહિલાએ ઓર્ડર કર્યો પ્રાઈવેટ પ્રોડક્ટ, ડિલિવરી બોયે ફોન કરીને કરી અશ્લીલ કમેન્ટ

ઑનલાઇન ડિલિવરી એપ બ્લિન્કિટમાંથી(Blinkit) પર્સનલ પ્રોડક્ટ મંગાવનારી મહિલા સાથે ડિલિવરી બોયે ફોન પર અત્યંત અભદ્ર અને અશ્લીલ ટિપ્પણી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ વિવાદ પર વાંચો સંપૂર્ણ અહેવાલ.

Ajab gajab Ajab Gajab News Trending
Blinkit

Blinkit Delivery Boy Controversy: આજના ડિજિટલ યુગમાં ક્વિક કોમર્સ એપ્સ લોકોના જીવનનો મહત્વનો હિસ્સો બની ગઈ છે. ખાવા-પીવાની વસ્તુઓથી લઈને પર્સનલ પ્રોડક્ટ્સ સુધી બધું જ લોકો ઘરે બેઠા ઓર્ડર કરે છે. પરંતુ તાજેતરમાં એક મહિલા સાથે ડિલિવરી દરમિયાન બનેલી ઘટનાએ મહિલાઓની સુરક્ષા અને પ્રાઇવસી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. એક મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન (LinkedIn) પર પોતાની આપવીતી શેર કરતા જણાવ્યું કે, બ્લિન્કિટ (Blinkit) ના એક ડિલિવરી પાર્ટનરે તેની સાથે અત્યંત વાંધાજનક અને અણછાજતું વર્તન કર્યું, જે તેના માટે ખૂબ જ ડરામણું હતું.

ડિલિવરી(Blinkit) દરમિયાન બની અસહજ કરનારી ઘટના

મહિલાના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે આશરે 1:35 વાગ્યે બની હતી, જ્યારે તેણે બ્લિન્કિટ(Blinkit) એપ પરથી એક સેક્સ્યુઅલ વેલનેસ પ્રોડક્ટ ઓર્ડર કર્યો હતો. મહિલાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ડિલિવરી પાર્ટનરે ઘર પર પહોંચતા પહેલાં તેને કોલ કરીને લોકેશન પૂછ્યું હતું. મહિલાએ સામાન્ય રીતે જવાબ આપ્યો કે, “હું ઘરે જ છું, તમે આવીને બેલ વગાડી દેજો.” પરંતુ મહિલાએ જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે તેને ડિલિવરી એજન્ટની નજર અને વર્તન થોડું અજીબ લાગ્યું. તેથી તેણે ઝડપથી પેકેજ લઈને દરવાજો બંધ કરી દીધો હતો.

Blinkit

પેકેટ ખુલ્લું જોઈને વધી ચિંતા, એજન્ટે ફોન પર કહી આ વાત

દરવાજો બંધ કર્યા બાદ મહિલાએ જોયું કે તેનો ઓર્ડર પ્રોપર સીલ પેક નહોતો, એટલે કે પેકેજ ખુલ્લું હતું. આ બાબત તે સમજે તે પહેલાં જ તે ડિલિવરી પાર્ટનરનો ફરીથી ફોન આવ્યો. મહિલાના દાવા મુજબ એજન્ટે પહેલાં પૂછ્યું, “મેડમ, આ શું વસ્તુ છે?” આ સાંભળી મહિલાએ જવાબ આપ્યો, “ગમે તે હોય, તમારે શું કામ છે?” ત્યારબાદ ડિલિવરી બોયે અત્યંત અશ્લીલ અને અભદ્ર ટિપ્પણી કરતાં કહ્યું, “આ બધું કેમ વાપરો છો મેડમ, મારો ઉપયોગ કરી લો.. બહુ મજા કરાવીશ.” આ સાંભળીને મહિલા ચોંકી ગઈ હતી. તેને સૌથી મોટો ડર એ વાતનો લાગ્યો કે તે વ્યક્તિ તેના ઘરનું એડ્રેસ પણ સારી રીતે જાણે છે.

શું છે સમગ્ર વિવાદ અને સુરક્ષા પર સવાલો?

આ ઘટના બાદ મહિલાએ તાત્કાલિક બ્લિન્કિટના(Blinkit) કસ્ટમર સપોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાં કંપની તરફથી કડક કાર્યવાહીનું આશ્વાસન અપાયું છે. જોકે, મહિલાએ સોશિયલ મીડિયા પર ગંભિય સવાલો ઉઠાવ્યા છે કે આવા સેન્સિટિવ પ્રોડક્ટ્સને યોગ્ય રીતે સીલ કર્યા વગર કેમ મોકલવામાં આવે છે? તેણે એ વાત પર પણ ભાર મૂક્યો કે સમાજમાં આજે પણ સેક્સ્યુઅલ વેલનેસ પ્રોડક્ટ્સને લઈને સંકોચ રાખવામાં આવે છે, જ્યારે તે સંપૂર્ણપણે કાનૂની અને સામાન્ય બાબત છે.

આ પોસ્ટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે ભારે નારાજગી વ્યક્ત કરી છે. લોકોનું કહેવું છે કે ઓનલાઇન ડિલિવરી કંપનીઓએ પોતાના કર્મચારીઓનું પ્રોપર બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અને ટ્રેનિંગ આપવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈપણ મહિલાએ પોતાના જ ઘરમાં અસુરક્ષિત અનુભવવું ન પડે.


આ પણ વાંચો: શું તમે જાણો છો 10 થી 500 ની નોટ પર કેમ છે આ ખાસ ફોટા? જાણો ભારતીય ચલણનો અનોખો ઈતિહાસ

આ પણ વાંચો:દુનિયાના આ 5 સ્થળો પર જશો તો જીવ ગુમાવશો!  જ્યાં જવા પર છે સખત મનાઈ

આ પણ વાંચો: ક્યાંક કમર જોઈને મળે છે નોકરી, તો ક્યાંક  કામ કરવું છે ગુનો! જાણો દુનિયાના અજીબોગરીબ જોબ