અમદાવાદ,
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 11મો દિવસ છે. હાર્દિક પટેલ ઉપવાસને લઈને હજુ પણ મક્કમ છે. હિંમતનગરથી નીકળેલા પગપાળા પાટીદારો પર જે રીતે પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું જેને લઈને હાર્દિક દ્વારા રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરવાની ના પાડી દીધી છે.
જોકે હાર્દિકના આમરણાંત ઉપવાસને કારણે હાર્દિકના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થવાની શક્યતા વધી ગઈ છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા હાર્દિકની સ્થિતિને પહોંચી વળવા સોમવારના રાતથી 24 કલાક ઇમરજન્સી મેડિકલ કેર એમ્બ્યુલસને હાર્દિકના ઘર બહાર તૈનાત કરવામાં આવી છે.
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને 11મો દિવસ છે. સતત દસ દિવસના ઉપવાસને કારણે હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે. ત્યારે હાર્દિક પટેલને ઉપવાસને કારણે હાર્દિકને ચક્કર અને ઉલટીની ફરિયાદ મળી રહી છે. તો બીજી બીજુ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સારુ એવું રાજકીય સમર્થન મળી રહ્યુ છે.

જો કોઈ પણ સ્થિતિમાં હાર્દિકને ઇમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની જરૂર પડે તો તરત જ ઇમરજન્સી દવાઓ તેમજ ઓક્સિજન સેવા આપી શકાય.. સાથે 24 કલાક એમ્બ્યુલન્સ સેવા સાથે 4 કર્મચારી પણ તૈનાત રહેશે.
હાર્દિકની માંગને લઈને 6 ધાર્મિક સંસ્થાના આગેવાનોની મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેઓ હાર્દિકની માંગને લઈને રાજ્ય સરકાર સાથે વાટાઘાટો માટે પણ મિટિંગમાં નિર્ણય કરવામાં આવશે.
