World News/ UNGA માં નેતન્યાહૂનો આકરો પ્રહાર: પેજર લહેરાવીને દુશ્મનોને આપી ચેતવણી

United Nations General Assembly માં ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પેજર લહેરાવી હિઝબુલ્લાહ અને ઈરાન પર પ્રચંડ પ્રહારો કર્યા હતા. વોકઆઉટ કરનારા રાજદ્વારીઓને ‘નૈતિક કાયર’ ગણાવી તેમણે ગાઝામાં નરસંહારના આરોપોને ફગાવી દીધા હતા

Top Stories World
United Nations General Assembly માં નેતન્યાહૂ ભડક્યા

World News:સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly) ની બેઠકમાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)નું ભાષણ અત્યંત વિવાદાસ્પદ અને ધમાકેદાર રહ્યું હતું. તેમણે મંચ પરથી આક્રમક અંદાજમાં એક પેજર બતાવીને હિઝબુલ્લાહ સામે ઇઝરાયલ (Israel)ની કડક કાર્યવાહીનો પુનરોચ્ચાર કર્યો હતો. આ દરમિયાન વિરોધ વ્યક્ત કરીને સભાખંડ છોડી જનારા વિદેશી રાજદ્વારીઓ સામે પણ તેમણે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

United Nations General Assembly માં પેજર વિસ્ફોટ યાદ અપાવી હિઝબુલ્લાહ પર નિશાન

નેતન્યાહૂએ પોતાના પ્રબોધનમાં અચાનક એક પેજર લહેરાવીને સપ્ટેમ્બર 2024 માં લેબનોન (Lebanon)અને સીરિયા (Syria)માં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોનો ઉલ્લેખ કર્યો હતો. આ હુમલાઓમાં 12 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 3000 થી વધુ ઘાયલ થયા હતા, જેનાથી હિઝબુલ્લાહનું સમગ્ર સંચાર માળખું ખોરવાઈ ગયું હતું. તેમણે મંચ પરથી સવાલ કર્યો કે, *”અમે હમાસ અને હિઝબુલ્લાહ બંનેને નિશાન બનાવ્યા છે, શું તમને તે પેજર વિસ્ફોટ યાદ છે?”

Netanyahu

વોકઆઉટ કરનારાઓને સંભળાવ્યા આકરા પાણીએ

જેવા નેતન્યાહૂએ ઈરાન અને ચાલુ યુદ્ધ અંગે બોલવાનું શરૂ કર્યું, કે તરત જ ડઝનબંધ દેશોના પ્રતિનિધિઓ અને રાજદ્વારીઓ વિરોધ નોંધાવી સભાખંડમાંથી બહાર નીકળી ગયા હતા. ખાલી સીટો જોઈને ભડકેલા નેતન્યાહૂએ તેમને “નૈતિક કાયર” ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, “જો હોલમાં અન્ય કોઈ કાયર હોય, તો તેઓ પણ બહાર જઈ શકે છે.” તેમણે ઉમેર્યું કે ઇઝરાયલ માત્ર પોતાનું જ નહીં પરંતુ જે દેશો ભાગી ગયા છે તેમનું પણ રક્ષણ કરી રહ્યું છે.

સાત મોરચે લડાઈ અને ઈરાન પર કડક વલણ

ઇઝરાયલી વડાપ્રધાને દાવો કર્યો કે તેમનો દેશ છેલ્લા ત્રણ વર્ષથી એકસાથે સાત મોરચે (હમાસ, હિઝબુલ્લાહ, હુથી, ઈરાન, ઈરાક, સીરિયાના સશસ્ત્ર જૂથો અને વેસ્ટ બેંકના લડવૈયાઓ) સૈન્ય સંઘર્ષ કરી રહ્યો છે. ઈરાનના પરમાણુ મથકો પર કાર્યવાહી કરવાનો બચાવ કરતા તેમણે જણાવ્યું કે, જો આ કડક નિર્ણય ન લેવાયો હોત તો પરિણામો સમગ્ર વિશ્વ માટે ભયાનક હોત.

નરસંહારના આરોપોને ગણાવ્યા ‘સદીનું સૌથી મોટું જૂઠાણું’

ગાઝા યુદ્ધને લઈને ઇઝરાયલ પર લાગી રહેલા નરસંહાર અને યુદ્ધ અપરાધોના આંતરરાષ્ટ્રીય આરોપોને નેતન્યાહૂએ સખત શબ્દોમાં ફગાવી દીધા હતા. તેમણે આ આરોપોને “સદીનું સૌથી મોટું જૂઠાણું” ગણાવ્યા હતા. પોતાના 40 મિનિટના ભાષણમાં તેમણે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થન બદલ આભાર માન્યો હતો અને ઈરાન સામે અમેરિકા-ઇઝરાયલની ભાગીદારીની પ્રશંસા કરી હતી.


આ પણ વાંચો:યુક્રેન સંકટને લઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક શરૂ થઈ..

આ પણ વાંચો:સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બ્રાઝિલના આરોગ્ય મંત્રી સહિત બે નેતાઓ કોરોના સંક્રમિત

આ પણ વાંચો:PM મોદી આજે યુસંયુક્ત રાષ્ટ્ર મહાસભાને કરશે સંબોધન, આ મુદ્દાઓ પર  રાખશે ભારતનો પક્ષ