@ પૂજા નિષાદ
સચીન GIDC પોલીસે પ્રતિબંધિત 5.870 કિલોગ્રામના ગાંજાના જથ્થા સાથે એક આરોપીની દબોચી લીધો છે, આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો? કેટલા સમયથી વેચાણ કરે છે? જે મામલે પોલીસ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે
સુરતમાં ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામથી લાવવામાં આવતો હોય છે. નશાકારક ગાંજાના જથ્થા સાથે આરોપીઓને અગાઉ પણ ઝડપી પાડવામાં આવ્યાં હતાં. જો કે, છેલ્લા થોડા સમથી ટ્રેનની જગ્યાએ અન્ય રસ્તે ગાંજો શહેરમાં ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. બાતમી મળતાં જ પોલીસે 5.87 કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને મળેલી બાતમી મળી હતી. સચીન-તલંગપુર રોડ ઉપર આવેલી કૌશલપાર્ક સોસાયટીમાં રૂમમાં માદક પદાર્થ હોવાની ચોક્કસ બાતમી હતી. જેના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં 5.870 ગ્રામ ગાંજો મળ્યો હતો. જેની અંદાજે કિંમત 58700 જેટલી થાય છે. પકડાયેલ આરોપી બિકાશ કિશોર ગૌડા 21 વર્ષની ઉંમરનો છે. તે ઓડિશાનો રહેવાસી છે. હાલ પોલીસે બિકાશને કોણે મોકલ્યો હતો. તથા તે કોને આ ગાંજો આપવાનો હતો. તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોર્પોરેશન ફાયર NOCના મામલે એક્શન મોડમાં
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં
આ પણ વાંચો: GPCBની પ્રદૂષણને લઈને દાણીલીમડા CEPTને તાત્કાલિક બંધ કરવા નોટિસ
આ પણ વાંચો: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર દાસ્તાન, નિકોલ અને તપોવન જંકશન 45 દિવસ સુધી બંધ
