Not Set/ પ્રિયંકા ગાંધીનો યુપી પ્રવાસ આજથી શરુ, સવારથી સાંજ સુધી નેતાઓ સાથે કરશે મેરેથોન બેઠક

લખનઉ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમના યુપી પ્રવાસ માટે લખનઉ પહોંચી ચુક્યા છે. ત્યાં તેઓ રાજ્યના કાર્યાલયમાં પક્ષના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠક સાંજના 7 વગ્યા સુધી ચાલશે. લખનઉ પછી, તેઓ પૂર્વાંચલના પ્રવાસ જશે અને ગંગામાં સ્ટીમર દ્રારા પ્રવાસ કરશે અને આગામી ત્રણ દિવસમાં જાહેર સભાઓ અને રેલીઓમાં ભાગ લેશે. તેના પછી, તેમના પ્રવાસના […]

Top Stories India

લખનઉ,

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમના યુપી પ્રવાસ માટે લખનઉ પહોંચી ચુક્યા છે. ત્યાં તેઓ રાજ્યના કાર્યાલયમાં પક્ષના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠક સાંજના 7 વગ્યા સુધી ચાલશે. લખનઉ પછી, તેઓ પૂર્વાંચલના પ્રવાસ જશે અને ગંગામાં સ્ટીમર દ્રારા પ્રવાસ કરશે અને આગામી ત્રણ દિવસમાં જાહેર સભાઓ અને રેલીઓમાં ભાગ લેશે. તેના પછી, તેમના પ્રવાસના બીજા તબક્કામાં સ્ટીમરથી જ યુપીના બલિયાથી બિહારના છપરા સુધી જવાનો કાર્યક્રમ પણ છે.

પ્રિયંકા ગાંધી 18 માર્ચે પ્રયાગરાજથી ગંગાના માર્ગે પૂર્વાંચલના ત્રણ દિવસના પ્રવાસે નીકળશે.તેમના આ પ્રવાસને હવે વહીવટએ પણ મંજૂર આપી દીધી છે. નક્કી કરેલ કાર્યક્રમ અનુસાર પ્રિયંકા ગાંધી મીરજાપુર પહોંચી માં વિંધ્યનવાસિણી અને ચંદ્રિકા દેવી મંદિરમાં દર્શન કરશે. ત્યારબાદ તે મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મઝાર પર ચાદર ચડાવશે. 20 માર્ચે વારાણસી પહોંચે તે પહેલાં અદલપુરા સ્થિત શીતળા મંદિર જઈને દર્શન-પૂજા કરશે.વારાણસી સીમામાં પ્રવેશ કરવાની સાથે જ સૌથી પહેલા ગંગા કિનારે સ્થિત શૂલટંકેશ્વર મંદિરમાં દર્શન કરશે.

જૈન સમાજના હોળી મિલનમાં થશે સામિલ

વારાણસીમાં ગંગા ક્રોસ રામનગરમાં તેમના પ્રથમ સંવાદ કાર્યક્રમ મલ્લાહોના સાથે હશે. રામનગર નગરના પ્રવાસ દરમિયાન પ્રિયંકા ગાંધી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના નિવાસ સ્થાનની પણ મુલાકાત લેશે. સ્થાનિક લોકો અને જૈન સમુદાયના પ્રતિનિધિઓ સાથે બેઠકનું પણ આયોજન છે. અસ્સી ઘાટથી સ્ટીમર દ્રારા દશાશ્વમેધ ઘાટ જઈને બાબા વિશ્વનાથ અને કાશીના કોતવાલ બાબા કાલ ભૈરવના દર્શન તેઓ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.સાડા સાત કલાકના કાશી પ્રવાસમાં જૈન સમાજ દ્વારા યોજાયેલી હોળી મિલાન સમારોહમાં હાજરી આપ્યા બાદ તે મોડી રાત્રે બાબતપુર એરપોર્ટથી પરત ફરશે

10 ગાડીઓના કાફલાને મળી મંજૂરી

 અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે સ્ટીમર દ્રારા પ્રિયંકા ગાંધીના પ્રવાસને જીલ્લા વહીવટીતંત્રે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે પછીથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આવુ કંઈ જ નથી. પ્રિયંકાને બે લાઉડસ્પીકર અને 10 ગાડીઓના કાફલા સાથે પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવી છ અને આના સાથે સાથે સુરક્ષાની જવાબદારી એસપીજીની પાસે જ રહેશે.