india news/ વારાણસીમાં ઈન્ડિગોના પાયલટેનો મેડે કોલ, હવામાં થયુ ફ્યુલ લીક, 4 મિનિટમાં કરાઇ ઇમરજન્સી લેન્ડિંગ

કોલકાતાથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E6961 માં ઇંધણ લીકેજ થવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી.

India Trending
Flight makes emergency landing in Varanasi

કોલકાતાથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E6961 માં ઇંધણ લીકેજ થવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી. આ ઇન્ડિગો ફ્લાઇટને વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. અહેવાલો અનુસાર, તેમાં 166 મુસાફરો સવાર હતા. વારાણસી પોલીસે ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, “બધા 166 મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એરપોર્ટ અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.”

પાયલોટે મેડેનો સંદેશ આપ્યો હતો
મળતી માહિતી મુજબ, જ્યારે વિમાન 36000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું, ત્યારે વિમાનનું ફ્યુલ લીક થવા લાગ્યું હતું. પાયલટે વારાણસી બોર્ડરમાં પ્રવેશતાની સાથે જ એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ) ને મે ડેનો સંદેશ આપ્યો અને પછી લેન્ડિંગ વિશે વાત કરી. વારાણસી પોલીસે જણાવ્યું હતું કે એરપોર્ટ અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ઇમરજન્સી લેન્ડિંગ બાદ એરપોર્ટ પર સામાન્ય ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: National News/છતરપુર જિલ્લા હોસ્પિટલમાં દારૂના નશામાં ધૂત ચાલકે બે કાર, 20 મોટરસાઇકલને મારી ટક્કર  

આ પણ વાંચો: National News/ભારત આતંકવાદ સામે ઘાતક હુમલો કરશે, ભારતીય સેના જૂની કાર્બાઈનોનો ઉપયોગ કરશે; નવા કરાર પર હસ્તાક્ષર

આ પણ વાંચો:  Delhi News/દિલ્હી પોલીસે રોહિણીમાં બિહારના ચાર મોસ્ટ-વોન્ટેડ ગેંગસ્ટરોને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા