Goa News: ગોવા સ્થિત રોમિયો લેન નાઇટક્લબના માલિકની ગોવા પોલીસે ઉત્તર જિલ્લાના સબ્જી મંડી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. સિવિલ લાઇન્સ વિસ્તારમાં રોમિયો લેન નામની એક રેસ્ટોરન્ટ પણ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, માલિક સૌરભ લુથરાની હજુ ધરપકડ કરવાની બાકી છે. ઘટના બાદથી તે ફરાર છે. આ ઘટના બાદ તે પોતાના ઘરેથી દિલ્હી ભાગી ગયો હતો.
એક ગુપ્ત માહિતીના આધારે ગોવા પોલીસે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ સાથે મળીને રવિવારે રાત્રે ભરતની ધરપકડ કરી હતી.
આ ઘટના કઇંક આમ બની હતી
ઉત્તર ગોવાના અરપોરા ગામમાં આવેલા લોકપ્રિય નાઈટક્લબ “બિર્ચ બાય રોમિયો લેન” માં શનિવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ગાઝિયાબાદના એક પરિવારના ત્રણ અને દિલ્હીના ચાર પ્રવાસીઓનો સમાવેશ થાય છે, જ્યારે ક્લબના 18 કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ગોવા મા ગૂંગળામણને કારણે 25 લોકોના મોત
શરૂઆતમાં, આગનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ફક્ત બે લોકોના મોત દાઝી જવાથી થયા હતા, જ્યારે બાકીના 23 લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હતા.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “ગોવાના આર્પોરામાં આગની ઘટના ખૂબ જ દુ:ખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. મેં ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતજી સાથે પરિસ્થિતિ વિશે વાત કરી. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહી છે.”

