Ahmedabad News/ 2 સગીર બહેનપણીઓ બોયફ્રેન્ડ સાથે ગોવા પહોંચી, પરિવારને જાણ કર્યા વિના ઘરેથી નીકળેલી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં બે સગીર બહેનપણીઓ તેમના બોયફ્રેન્ડ સાથે ગોવા ફરવા પહોંચી જતાં ચકચાર, આ સમગ્ર મામલે પરિવારે પોલીસની મદદ લીધી હતી.

Top Stories Ahmedabad

Ahmedabad News : અમદાવાદના સરખેજ વિસ્તારમાં 2 સગીર બહેનપણીઓ તેમના બોયફ્રેન્ડ સાથે ગોવા ફરવા પહોંચી જતાં ચકચાર મચી ગઈ છે. પરિવારને જાણ કર્યા વિના ઘરેથી નીકળેલી આ યુવતીઓએ માતાપિતાને ચિંતામાં મૂકી દીધા હતા. પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને મદદ માંગી હતી.

પોલીસે તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે બંને યુવતીઓ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 2 યુવકો સાથે ગઈ હતી. પોલીસે યુવતીઓના મોબાઈલ ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સ્વીચ ઓફ હતા. ત્યારબાદ, પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને મિત્રોની મદદથી તપાસ આગળ વધારી હતી. પોલીસને જાણવા મળ્યું કે બંને સગીર યુવતીઓ યુવકો સાથે ગોવામાં છે. પોલીસે આ મામલે શોધખોળ હાથ ધરી પોલીસની એક ટીમ સગીરો ઝડપવા રવાના થઈ હતી.

આ મામલે મહિલા પોલીસની એક ટીમ તાત્કાલિક ગોવા રવાના થઈ અને ચારેય સગીરોને શોધી કાઢ્યા હતા. તેમને અમદાવાદ લાવીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા હતા અને પ્રેમ સંબંધમાં બંધાયા હતા.

આ ઘટનાએ માતાપિતાને તેમના બાળકોની સુરક્ષા વિશે ચિંતામાં મૂકી દીધા છે. પોલીસે માતાપિતાને તેમના બાળકો સાથે વાતચીત કરવા અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર ધ્યાન રાખવાની સલાહ આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંદાજે દોઢ કરોડના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલી નાઈજીરીયન મહિલાના 7 દિવસના રિમાન્ડ મંજુર

આ પણ વાંચો:સુરત : શહેરમાં ડ્રગ્સના કારોબારમાં ખુની ખેલ ખેલાયો

આ પણ વાંચો:ATSએ ખંભાત બાદ ધોળકામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો