Gandhinagar News/ ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે ગૃહમાં અમિત ચાવડાએ કર્યો આક્ષેપ, “300 કરોડના કમિશન માટે લોકોના જીવ લેવાયા”

ગુજરાત વિધાનસભામાં ખ્યાતિ હોસ્પિટલકાંડનો મુદ્દો ઉછળ્યો હતો. જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગંભીર આરોપ લગાવ્યો છો. અમિત ચાવડાએ સરકાર ઉપર પ્રહાર કરીને હોસ્પિટલકાંડ રાજ્યવ્યાપી નેટવર્ક હોવાનો આરોપ લગાવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે શું કહ્યું જાણો.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં વર્તમાન ચાલી રહેલ સત્ર દરમિયાન કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી છે. 24મી ફેબ્રુઆરી (આજે) વિધાનસભા ગૃહમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે અમિત ચાવડાએ  સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ સમગ્ર રાજ્યમાં આવું રેકેટ ચાલતું હોવાનો આરોપ કરતા ચકચાર મચી ગઈ છે. આ સાથે 300 કરોડના કમિશન માટે લોકોના જીવ લેવાતા હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. આ તરફ ઋષિકેશ પટેલે કહ્યું કે, સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં કડક નિયમ કર્યા છે. અહીં એ પણ નોંધનિય છે કે, ખ્યાતિ હોસ્પિટલ કાંડ માટે વિધાનસભામાં માત્ર 35 મિનિટ જ ચર્ચા કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરમાં રાજ્યની વિધાનસભામાં ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી  છે.  ગૃહના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ  નેતા અમિત ચાવડાએ મોટું નિવેદન આપીને સરકાર પર આરોપ લગાવ્યો છે. વિધાનસભા ગૃહમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે અમિત ચાવડાએ ગંભીર આરોપ મૂક્યા છે. તેમણે કહ્યું કે, ‘300 કરોડના કમિશન માટે લોકોના જીવ લેવાય છે. આ સાથે અમિત ચાવડાએ કહ્યું કે, જેનું સેટિંગ હોય તેને ઝડપી પેમેન્ટ મળે છે.’ અમિત ચાવડાએ ખ્યાતિ હોસ્પિટલકાંડ જેવી ઘટનાની CBI તપાસની માગ કરી છે. આ સાથે ડૉક્ટર સામે મનુષ્યવધનો ગુનો દાખલ કરવા માગ કરાઇ છે.

અમિત ચાવડાએ કહ્યું કે, સમ્રગ રાજયમાં આવું રેકેટ ચાલી રહ્યુ છે અને આ આખું 300 કરોડનું કમિશન છે. કમિશન માટે લોકોનો જીવ લેવાય છે. આ સાથે તેમણે કહ્યું કે, રાજ્યમા જે ગેરરીતિનો ફરીયાદો આવેલ છે તેની તપાસ કરાવો, કમિશન માટે હત્યાઓ થાય છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિભાગ અને લોકો પણ સંડોવાયેલ હોવાનો પણ આરોપ મૂક્યો છે. અમિત ચાવડાની આરોપથી ખળભળાટ મચ્યો છે.

ગુજરાત વિધાનસભામાં ખાનગી હોસ્પિટલ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્યોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું જેમાં ખાનગી મલ્ટિ-સ્પેશિયલિટી હોસ્પિટલ વિષયે વિરોધ કર્યો.  કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો ધ્વારા સ્વાસ્થ્ય યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે નાટક રજૂ કરી દર્દીઓની વેદના અને સરકાર પ્રેરિત ભ્રષ્ટાચારને પ્રદર્શિત કર્યો હતો.

ગુજરાતના આરોગ્ય તંત્રની ખોખલી વ્યવસ્થા મોટા કૌભાંડ ખ્યાતિ હોસ્પિટલ કાંડને આજે કોંગ્રેસ પક્ષ ધ્વારા વાચા આપવામાં આવી હતી જેમાં કોંગ્રેસ પક્ષના ધારાભ્યો ડોક્ટર – પેશન્ટ બની વિધાનસભા પરિસરમાં કૌભાંડ ને રજૂ કરી હતી. કોંગ્રેસ ધારાસભ્યોએ વડાપ્રધાન જન આરોગ્ય યોજના (PMJAY) માટે સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની, કેસને તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની અને તેમાં CBI તપાસ કરવાની માંગ કરી હતી. ખ્યાતિ કૌભાંડમાં હોસ્પિટલમાં PMJAY લાભાર્થીઓ મહેસાણા જિલ્લાના હતા જેમાં હોસ્પિટલ ધ્વારા એન્જિયોપ્લાસ્ટી પ્રક્રિયા પછી મૃત્યુ પામ્યા હતા. આ હોસ્પિટલ માટે બે ડૉક્ટરોની મેડિકલ રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવી છે જેમાં ભાગેડુ માલિક કાર્તિક પટેલની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે મળતિયાઓને લાભ કરાવવા અને કરોડોના કમિશન ખાવા માટે રાજ્યભરમાં વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે. જેના પરિણામે ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયું અને ગરીબ દર્દીઓના જીવ ગયા. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચારનું રેકેટ ચાલે છે જેમાં સરકાર ધ્વારા કમિશન લેવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.

અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં ભાજપની સરકારમાં કમિશન માટે લોકોની જાન લેવાય છતાંય સરકારને શરમ આવતી નથી, ગામડાઓમાંથી દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવે તેમના ખોટા રિપોર્ટ કાઢવામાં આવે છે અને રાજ્યમાં કૌભાંડી ધ્વારા ૧૫૦૦ રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે. ખ્યાતિ હોસ્પિટલ નો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવી જોઈએ અને તેની CBI તપાસ પણ થવી જોઈએ.

વિધાનસભા ગૃહમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો. “સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં કડક નિયમ કર્યા છે. ખ્યાતિ હોસ્પિટલનું 3 કરોડ 17 લાખનું બિલ અટકાવ્યું છે. આ સાથે ખ્યાતિ હોસ્પિટલને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી. ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, 6 મહિના વીડિયોગ્રાફીનો નિયમ બનાવ્યો છે.” હવે એ સવાલ એ છે કે આ સમગ્ર મામલે વિપક્ષે સરકાર પર ગંભીર આરોપ લગાવતા માહોલ ગરમાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંદાજે દોઢ કરોડના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલી નાઈજીરીયન મહિલાના 7 દિવસના રિમાન્ડ મંજુર

આ પણ વાંચો:સુરત : શહેરમાં ડ્રગ્સના કારોબારમાં ખુની ખેલ ખેલાયો

આ પણ વાંચો:ATSએ ખંભાત બાદ ધોળકામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો