ગુરુગ્રામ
ગુરુગ્રામમાં આત્મહત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુરુગ્રામમાં સુશાંત લોકમાં વિસ્તારમાં આવેલ એક ગેસ્ટ હાઉસમાં એક મહિલાની પંખા પર લટકેલી લાશ મળી આવી છે .
Gurugram: An IndiGo airline employee allegedly committed suicide at a guest house in Sushant Lok, yesterday. Post-mortem to be conducted today, case registered, police investigation underway.
— ANI (@ANI) November 17, 2018
આ મહિલાની ઓળખાણ પોલીસે મૌસમી ગૌતમ તરીકે કરી છે.
મૃતક મહિલા એક ખાનગી એરલાઈન્સમાં કર્મચારી હતી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. પોલીસે હાલ મહિલાની ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી છે. હોટલના માલિક સાથે પોલીસ હાલ પુછપરછ કરી રહી છે.
ગુરુગ્રામના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૌસમી ગૌતમ ત્રણ દિવસ માટે ટ્રેનીંગમાં ગુરુગ્રામ આવી હતી અને ૧૪ નવેમ્બરથી ગેસ્ટ હાઉસમાં રહેતી હતી.
મૃતક મહિલાની આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
