Not Set/ નેપાળમાં રામ સીતાનાં લગ્ન ‘વિવાહ પંચમી’માં હાજર રહેશે યોગી આદિત્યનાથ

નેપાળમાં દર વર્ષે ‘વિવાહ પંચમી’ ઉજવવામાં આવે છે જેમાં ભગવાન રામ અને સીતાનાં લગ્ન થાય છે. નેપાળનાં જનકપુર વિસ્તારમાં મિથિલાંચલમાં આ લગ્નની ઉજવણીની થવાની છે. આ જશ્નમાં ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેવાનાં છે. વિવાહ પંચમીનો ઉત્સવ એક અઠવાડિયા સુધી ચાલે છે. જેમાં હજારો લોકો ‘બારાતી’ તરીકે હાજર થાય છે.આ વિવાહ માટેની તૈયારીઓ પુર […]

Top Stories World Navratri 2022

નેપાળમાં દર વર્ષે ‘વિવાહ પંચમી’ ઉજવવામાં આવે છે જેમાં ભગવાન રામ અને સીતાનાં લગ્ન થાય છે. નેપાળનાં જનકપુર વિસ્તારમાં મિથિલાંચલમાં આ લગ્નની ઉજવણીની થવાની છે. આ જશ્નમાં ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેવાનાં છે.

વિવાહ પંચમીનો ઉત્સવ એક અઠવાડિયા સુધી ચાલે છે. જેમાં હજારો લોકો ‘બારાતી’ તરીકે હાજર થાય છે.આ વિવાહ માટેની તૈયારીઓ પુર જોશમાં ચાલુ થઇ ગઈ છે. આ વિવાહ પંચમીનો ઉત્સવ, 7 ડીસેમ્બરથી 13 ડીસેમ્બર સુધી ચાલશે.

આ સેરેમનીનાં પહેલાં દિવસે જનકપુર નગર દર્શન હોય છે. જયારે બીજો ફુલવારી લીલા તરીકે ઉજવાય છે. આ ઉત્સવનાં ત્રીજા દિવસે ધનુષ યજ્ઞ થાય છે. ચોથા દિવસે તીલકોત્સ્વ થાય છે અને પાંચમો દિવસ મટકોર તરીકે ઉજવાય છે, છઠ્ઠા દિવસે સગાઈ અને લગ્નની વિધિ થાય છે.

UP CM Yogi will attend the ‘Vivaha Panchami’ celebration in Nepal

વર્ષ ૧૯૧૦માં જનકપુરમાં  માતા સીતાને સમર્પિત જાનકી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર ૫૦ મીટર ઊંચું છે અને ૪૮૬૦ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. જાનકી મંદિરનું નિર્માણ પથ્થર અને માર્બલથી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે હિંદુ માન્યતાઓ અનુસાર માતા સીતાનો જન્મ નેપાળમાં જનકપુરમાં થયો હતો.