Not Set/ ધાનપુર : આદમખોર દીપડાને પકડવા માટે કરાયો નવો પ્રયોગ, પાંજરામાં મારણ તરીકે બેસાડાયા ૩ વનકર્મી

દાહોદ, ધાનપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી આદમખોર દીપડા દ્વારા કરવામાં આવી રહેલા હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. આ માનવભક્ષી દીપડાએ અત્યારસુધીમાં ૩ લોકોના ભોગ લીધા છે. ત્યારબાદ દીપડાને ઝબ્બે કરવા માટે વનવિભાગના ૧૫૦ જેટલા વનકર્મીઓ કામે લાગ્યા છે, પરંતુ તે હજી સુધી પકડાયો નથી. ત્યારબાદ હવે વનવિભાગની ટીમ દ્વારા એક ખાસ તરકીબ અપનાવવામાં આવી છે. હવે […]

Top Stories Gujarat Others Trending

દાહોદ,

ધાનપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી આદમખોર દીપડા દ્વારા કરવામાં આવી રહેલા હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. આ માનવભક્ષી દીપડાએ અત્યારસુધીમાં ૩ લોકોના ભોગ લીધા છે. ત્યારબાદ દીપડાને ઝબ્બે કરવા માટે વનવિભાગના ૧૫૦ જેટલા વનકર્મીઓ કામે લાગ્યા છે, પરંતુ તે હજી સુધી પકડાયો નથી.

ત્યારબાદ હવે વનવિભાગની ટીમ દ્વારા એક ખાસ તરકીબ અપનાવવામાં આવી છે. હવે દીપડાને પકડવા માટે મારણ તરીકે પિજરામાં ત્રણ વનકર્મીઓને બેસાડવામાં આવ્યા છે.

આ માનવભક્ષી દીપડાએ કેદ કરવા માટે બે પાંજરા મુકવામાં આવ્યા છે, જેમાં એકમાં મારણ તો બીજામાં   એરગન સાથે વનકર્મીઓને બેસાડાયા છે. આ કર્મીઓને દીપડો નજરે પડે તો તેને એરગન દ્વારા બેહોશ કરવા માટે તૈનાત કરાયા છે.

દીપડાને લીધા ૩ વ્યક્તિઓના ભોગ

છેલ્લા ૧૫ થી ૨૦ દિવસની વાત કરવામાં આવે તો, આ આદમખોર દીપડાએ અત્યારસુધીમાં ૩ લોકોના ભોગ લીધા છે. આ ત્રણ વ્યક્તિઓમાં ધાનપુર તાલુકાના ભાણપુર ગામે ૬૪ વર્ષીય વિધવા મથુરીબેન નુરજીભાઈ ગણાવાનું જંગલમાં લાકડા વીણવા ગયા હતા ત્યારે દીપડાના હુમલાથી મૃત્યુ થયું હતું. આમ દીપડાના હુમલામાં આ ત્રીજુ મૃત્યુ નિપજતા સહુ વનકર્મીઓ ચોંકી ઉઠ્યાં હતા.

આ પહેલા પણ દીપડાને કેદ કરવા માટે રાછવામા એક, કોટંબીમાં ૨, ખલતા ગરબડીમાં અને પુના કોટામાં જંગલ વિસ્તારની નજીક દીપડાના બેટ વિસ્તારમાં મારણ સાથે પાંજરા અને સાથે સી.સી.ટી.વી. કેમેરા પણ મૂકવામાં આવ્યા છે.