Not Set/ ACBની ટ્રેપમાં મનરેગાનો કર્મચારી લાંચ લેતો ઝડપાયો

પંચમહાલ, રાજ્યમાં દિવાળી પહેલા જ એસીબીએ જે રીતે લાંચિયા અધિકારીઓ પર કાર્યવાહી કરી છે, તેને જોતા હવે સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા થોડાક જ દિવસોમાં એસીબીએ સરકારી અધિકારીઓને નાની-મોટી લાંચ લેતા ઝડપી પાડ્યા છે, ત્યારે પંચમહાલ શહેરા મનરેગાનો કર્મચારી ACB ટ્રેપમાં લાંચ લેતા ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ મનરેગાનો કર્મચારી રૂ.15 હજારની લાંચ લેતા ACBના […]

Gujarat Others Trending Videos

પંચમહાલ,

રાજ્યમાં દિવાળી પહેલા જ એસીબીએ જે રીતે લાંચિયા અધિકારીઓ પર કાર્યવાહી કરી છે, તેને જોતા હવે સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા થોડાક જ દિવસોમાં એસીબીએ સરકારી અધિકારીઓને નાની-મોટી લાંચ લેતા ઝડપી પાડ્યા છે, ત્યારે પંચમહાલ શહેરા મનરેગાનો કર્મચારી ACB ટ્રેપમાં લાંચ લેતા ઝડપાયો હતો.

મળતી માહિતી મુજબ મનરેગાનો કર્મચારી રૂ.15 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો હતો. ACBએ લાંચ લેતાં મનરેગાનો મહમદ બકકર નામનો કર્મચારીને ઝડપી પડ્યો હતો. આ કર્મચારીએ મનરેગાના મંજૂર થયેલાં કામોના બીલો કાઢી આપવા લાંચ માંગી હતી.