Gujarat News : SMC ગાંધીનગર ખાતે ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ(NDPS) એક્ટ હેઠળ નાઈજીરીયન મહિલા મારગ્રેટ એની એમજીબુડોમ(37)ની ધરપકડ કરવામાં આવી હતી. મૂળ નાઈજીરીયાની રહેવાસી અને મુંબઈના મીરા રોડ ખાતે રહેતી મારગ્રેટ પાસેથી રૂ. 1,49,51,000 ની કિંમતનું 149.510 ગ્રામ કોકેઈન મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
મારગ્રેટને પોલીસે 19 ફ્રેબ્રુઆરી 2025ના રોજ આ કેસમાં નવસારીની કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે આ મહિલાને સાત દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા હતા. હાલમાં પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
આ કેસની વિગત મુજબ SMC ના અધિકારીઓને માહિતી મળી હતી કે એક નાઈજીરીયન મહિલા વેગનઆર કારમાં મુંબઈથી કોકેઈનનો જથ્થો લઈને નવસારીથી સુરત વચ્ચે નેશનલ હાઈવે નંબર-48 પર કોઈ શખ્સને આપવા આવવાની છે. આ માહિતીને આધારે પોલીસે જાળ બિછાવીને કાર અટકાવીને મહિલાની ડ્ગર્સ સાથે ધરપકડ કરી હતી. પુછપરછમાં મહિલાએ નાઈજીરીયા ખાતે રહેતા ઈલ્ડર નામના શખ્સના કહેવાથી મુંબઈ ખાતે રહેતા ઈમાનુએલ નામના શખ્સ પાસેથી મુંબઈ વસઈ હાઈવે ખાતેછી કોકેઈનનો જથ્થો મેળવીને કડોદરા ખાતે આપવા આવતી વખતે પકડાઈ ગઈ હતી. અગાઉ તેણે આ પ્રકારે નવસારી, પલસાણા, કડોદરા અને સુરત ખાતે 10થી 12 વખત કોકેઈનની ડિલીવરી કરી હોવાનું જણાવ્યું હતું,
કોકેઈન ડ્ગર્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત હોય છે અને તે સરળતાથી મળતું નથી. મોટેભાગે કોકેઈન ડ્રગ્સ વિદેશમાંથી પેડલકરો દ્વારા ઘુસાડવામાં આવતું હોય છે.
આ પણ વાંચો:અમદાવાદના યુવકનું ડાંગમાં ડૂબી જવાથી મોત
આ પણ વાંચો:વલસાડમાં ભાઈ-બહેન સહિત ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત