Ahmedabad News/ ગોતામાં કારચાલકે ફુલ સ્પીડમાં અન્ય કારને ટક્કર મારતાં ડીવાઈડરમાં ઘુસી

અમદાવાદમાં અકસ્માત કરનારા નબીરાઓ બેફામ બન્યા છે. ગોતા વિસ્તારમા આજે એક કારચાલકે ફુલ સ્પીડમાં અન્ય કારને ટક્કર મારતાં ડીવાઈડરમાં ઘુસાડી દીધી હતી, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો.

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં વધુ એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે.  અમદાવાદમાં અનેક વખત અકસ્માતાનોના બનાવ બનતા હોય છે, આવી જ એક ઘટના અમદાવાદના ગોતામાં બની છે જેમાં BMW કારચાલકે અન્ય કારને ટક્કર મારતા bmw કાર રોડ પરથી કૂદીને સીધી ડીવાઈડરમાં ચડી ગઈ હતી, ઘટનાને પગલે ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથધરી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના SG હાઈવે પર નબીરાઓ બેફામ બન્યા છે, ત્યારે વર્તમાનમાં ગોતા પાસે bmw ના કારચાલકે ફુલ સ્પીડમાં અન્ય કારને ટક્કર મારીને ડીવાઈડર પર ચડી ગઈ હતી અને આસપાસના ફેન્સિંગ પણ આ અકસ્માતને લઈ તૂટી ગઈ હતી. તથા આ અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, કારના માલિક કોણ છે તેની માહિતી સામે આવી નથી, પરંતુ પોલીસે કારના નંબર પ્લેટના આધારે એડ્રેસની શોધખોળ કરીને કાર માલિક સુધી પહોચવા કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ પણ, 6 સપ્ટેમ્બર 2024ના રોજ પણ એસજી હાઈવે પર બની અકસ્માતની ઘટના બની હતી. એક્સિડન્ટ ઝોન બની રહેલા એસજી હાઇવેના સ‌ર્વિસ રોડ પર કારચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધા બાદ રોકાવાને બદલે ભાગી ગયો હતો. ટુ વ્હીલર ચાલકે તેનો પીછો કરતાં કારચાલકે ફરીથી પ્રહલાદનગર નજીક તેને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત ટુ વ્હીલર ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે કારચાલકને ઝડપી લેવા કવાયાત હાથ ધરી હતી.

હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાલ પંથકમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે “જતીન” ઝડપાયો

આ પણ વાંચો: ‘YouTube પર ફેલાતા પોર્નોગ્રાફિક કન્ટેન્ટ અંગે સરકાર શું કરવા માંગે છે’, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું

આ પણ વાંચો: ‘દિમાગમાં ગંદકી ભરી છે, આનો કેસ કેમ સાંભળીએ’, સુપ્રિમે રણવીર અલ્લાહબાદિયાને લગાવી ફટકાર