Bhavnagar News/ ભાલ પંથકમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે “જતીન” ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લા માંથી પરપ્રાંતિય દારૂનો જથ્થો લોડ કરી ભાવનગર આવી રહ્યો હતો

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2025 02 18T210621.210 ભાલ પંથકમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે "જતીન" ઝડપાયો

Bhavnagar News : ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતો એક બુટલેગર સરહદી જિલ્લા છોટાઉદેપુથી કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ભાવનગર તરફ આવી રહ્યો હતો તે વેળાએ એલસીબી એ બુટલેગરને ભાલ પંથકમાંથી ઝડપી લઇ વેળાવદર ભાલ પોલીસને હવાલે કર્યો હતો.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ એલસીબી ની ટીમ ભાલપંથકમાં પેટ્રોલિંગમાં હોય એ દરમ્યાન ચોક્કસ માહિતી આધારે ટોલનાકા નજીક ટીમ વોચમા હોય એ દરમિયાન એક કાર નંબર જી-જે-૧૩-એન-૪૫૭૩ આવતા તેને અટકાવી ચાલકને બહાર બોલાવી નામ સરનામું પૂછવા સાથે કારની તલાસી હાથ ધરી હતી.

જેમાં અટક કરાયેલ શખ્સે પોતાનું નામ જતીન મુકેશ કંટારીયા ઉ.વ.૨૭ રહે.આનંદનગર બ્લોક નં ૩૮ રૂમનં ૭૦ વાળો હોવાનું જણાવેલ તથા કારમાંથી વિના પાસ પરમીટે ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૬૯૨ નંગ બોટલ મળી આવી હતી આ દારૂના જથ્થા અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામે રહેતા અર્જુન ઉર્ફે અરવિંદ ભીલ પાસેથી આ દારૂનો જથ્થો વેચાણ માટે લાવી રહ્યો હોવાનું જણાવ્યું હતું .

આથી એલસીબી એ દારૂ તથા કાર મળી કુલ રૂપિયા ૨,૦૦૩૪૦/-ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી તથા મુદ્દામાલ વેળાવદરભાલ પોલીસને હવાલે કરી દારૂ મોકલનાર અર્જુન ઉર્ફે અરવિંદ ભીલ તથા દારૂ લઈને આવેલ જતીન મુકેશ કંટારીયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

@ Hiren


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નશામુક્ત ભારત અભિયાન હેઠળ અટકાયતી શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો: નશામુક્તિ કેન્દ્રોનો ઉપયોગ કરી પ્રાઇવેટ આર્મી બનાવવા માંગતો હતો અમૃતપાલ

આ પણ વાંચો: ગ્રામજનોએ અનોખો દાખલો બેસાડ્યો, આખું ગામ બન્યું નશામુક્ત