Bhavnagar city/ નશામુક્ત ભારત અભિયાન હેઠળ અટકાયતી શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં ભાગ લિધેલ તમામને જાગૃતિ શિક્ષણ કીટનું વિતરણ કરી કાર્યક્રમને સફળ બનાવવા સમાજ સુરક્ષા અધિકારી ભગીરથસિંહ ચુડાસમા, પ્રોબેશન ઓફિસર હર્ષવર્ધન મૌર્ય, બાળ સુરક્ષા અધિકારી એન.બી.ચૌહાણ, CWC સમિતિનાં ચેરમેન તથા સભ્યો  ઉપરાંત.

Gujarat
Beginners guide to 2024 03 15T194241.026 નશામુક્ત ભારત અભિયાન હેઠળ અટકાયતી શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

@હિરેન ચૌહાણ

Bhavnagar News: ભાવનગર કલેકટર આર.કે.મહેતા ના માર્ગદર્શન હેઠળ  જવાહર મેદાન ખાતે નશામુક્ત ભારત અભિયાન હેઠળ અટકાયતી શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં સંવેદનશીલ જુથો, ઝુપડપટ્ટીનાં બાળકો, શેરીમાં રખડતા બાળકો, અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધેલા બાળકો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરતા જુથોનાં લોકો, સવ્યંસેવકો, શિક્ષકશ્રીઓ સાથે ભારત સરકારશ્રીનાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત એક દિવસિય જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા નશાનાં ગેરફાયદા, નશાનાં કારણે થતુ આર્થિક, સામાજિક, માનસિક નુકશાન વિશે માહિતી આપવામાં આવી હતી અને ભાવનગર જિલ્લાને નશામુક્ત કરવા આહવાન કર્યુ હતુ તેમજ ભારત સરકારની “નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ્સ ડિમાન્ડ રીડક્શન સ્કિમ” વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

WhatsApp Image 2024 03 15 at 7.00.17 PM નશામુક્ત ભારત અભિયાન હેઠળ અટકાયતી શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિષય નિષ્ણાંત નશાબંધી અને આબકારી ખાતાનાં અધિકારી  વાઢેર દ્વારા નશાકારક પદાર્થો અને માદક દ્રવ્યોનાં દુરઉપયોગનાં લીધે થતી શારીરીક, માનસિક, સામાજીક ખરાબ અસરો વિશેની અસરો પર વ્યાખ્યાન આપવામાં આવેલ તેમજ હાજર તમામ દ્વારા નશામુક્તી માટે શપથ લેવડાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભાગ લિધેલ તમામને જાગૃતિ શિક્ષણ કીટનું વિતરણ કરી કાર્યક્રમને સફળ બનાવવા સમાજ સુરક્ષા અધિકારી ભગીરથસિંહ ચુડાસમા, પ્રોબેશન ઓફિસર હર્ષવર્ધન મૌર્ય, બાળ સુરક્ષા અધિકારી એન.બી.ચૌહાણ, CWC સમિતિનાં ચેરમેન તથા સભ્યો  ઉપરાંત નશાબંધી અને આબકારી ખાતામાંથી ઇન્સ્પેક્ટર એન.કે.વાઢેર તથા જમાદાર ઉપસ્થિત રહ્યાં હતાં. સમાજ સુરક્ષા સહાયકો, DCPU સ્ટાફની જહેમતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું

આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો

આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે