SMC Raid/ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

અન્ય બનાવમાં મહેસાણાના પલવાસણા ચોકડી પરથી બે વાહનોમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ, બે વાહનો અને મોબાઈલ મળીને કુલ રૂ. 22,20,600 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. આ કેસમાં બે આરોપીને ઝડપી લેવાયા હતા જ્યારે છ ફરાર આરોપીની………

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 03 15T115928.045 વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

@ નિકુંજ પટેલ

Mehsana News: લોકસભાની ચૂંટણી નજીક આવતા જ બુટલેગરો બેફામ બન્યા છે અને દારૂની મોટાપાયે હેરાફેરી કરી રહ્યા છે. બીજીતરફ સ્ટેટ મોનીટરિંગ સેલ (એસએમસી)ની ટીમ પણ સક્રિય બની છે. જેમાં પોલીસે 15 માર્ચના રોજ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરાંત મહેસાણા અને હિંમતનગરમાંથી દારૂના જથ્થા સાથે કુલ રૂ. 40,03,860 લાખનો મુદ્દ્માલ કબજે કર્યો હતો. ત્રણેય બનાવમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરીને 14 ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.

WhatsApp Image 2024 03 15 at 11.44.56 AM વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

પ્રથમ બનાવમાં એસએમસીએ નડિયાદ પાસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પરથી કારમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જેમાં દારૂ, કાર, રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ રૂ. 11,87,590 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. પોલીસે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરીને પાંચ ફરાર આરોપીની સોધ હાથ ધરી છે.

અન્ય બનાવમાં મહેસાણાના પલવાસણા ચોકડી પરથી બે વાહનોમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ, બે વાહનો અને મોબાઈલ મળીને કુલ રૂ. 22,20,600 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. આ કેસમાં બે આરોપીને ઝડપી લેવાયા હતા જ્યારે છ ફરાર આરોપીની પોલીસે શોધ હાથ ધરી છે.

જ્યારે હિંમતનગરમાં ગોકુલનગર રેલવે ફાટક પાસેથી બે વાહનોમાંમાંથી દારૂ સાથે 5,95,670 નો મુદ્દ્માલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે પાંચ આરોપી ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરવામાં આવી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો