Not Set/ પાલિકા- પંચાયતોના ચૂંટણી પરિણામો આજે જાહેર, જાણો ક્યાં કોણ જીત્યું?

અમરેલી, રાજ્યમાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા હતા.અમરેલી તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો સામે આવ્યા હતા.કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીનો ગઢ મનાતા અમરેલી તાલુકા પંચાયતની ત્રણ સીટો ભાજપના ફાળે ગઇ હતી.મંગળવારે સવારથી તાલુકા પંચાયતની 6 સીટો માટે મતગણતરી ચાલુ થઇ હતી અને આ તમામ સીટોના પરિણામો જાહેર થયા હતા.આ પરિણામોમાં ભાજપ અને કોંગ્રેસના ફાળે […]

Top Stories Gujarat Others
congress bjp 1 2708574 835x547 m પાલિકા- પંચાયતોના ચૂંટણી પરિણામો આજે જાહેર, જાણો ક્યાં કોણ જીત્યું?

અમરેલી,

રાજ્યમાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા હતા.અમરેલી તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો સામે આવ્યા હતા.કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીનો ગઢ મનાતા અમરેલી તાલુકા પંચાયતની ત્રણ સીટો ભાજપના ફાળે ગઇ હતી.મંગળવારે સવારથી તાલુકા પંચાયતની 6 સીટો માટે મતગણતરી ચાલુ થઇ હતી અને આ તમામ સીટોના પરિણામો જાહેર થયા હતા.આ પરિણામોમાં ભાજપ અને કોંગ્રેસના ફાળે 3-3 સીટો આવી હતી.

અમરેલી તાલુકા પંચાયતની આ સીટોમાં વડેરા,મોટા આકડીયા અને બાબાપુરમાં કોંગ્રેસની જીત થઈ હતી,જ્યારે પ્રતાપપરા,નાના આકડીયા અને જસવંતગઢ બેઠક ભાજપને ફાળે ગઇ છે.

અમરેલીમાં કોંગ્રેસ પાસેથી ભાજપે 3 બેઠકો આંચકી લીધી છે. કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા કુંવરજી બાવળીયાનો ગઢ ગણાતી  રાજકોટના  વીંછીયા તાલુકા પંચાયતની એક સીટ પર કોંગ્રેસના દયાબહેન તલસાણિયાનો  400 મતથી વિજય થયો હતો.

આણંદની બોરસદ તાલુકા પંચાયતની  દાવોલ સીટ કોંગ્રેસને ફાળે ગઇ હતી.દાહોદ તાલુકા પંચાયતની જાહત સીટ કોંગ્રસને ફાળે ગઇ હતી. ભરૂચ નગરપાલિકાની એક સીટ કોંગ્રેસને ફાળે ગઇ હતી.

ચૂંટણી પરિણામ-:

-વડોદરા- વાઘોડિયા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વાઘોડિયા 02 અને કામરોલ બેઠક પર ભાજપનો વિજય થયો છે.

-વ્યારા નગર પાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ભાજપ પ્રેરિત ચાર ઉમેદવારોનો વિજય થયો છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.

-દાહોદ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં જાલત બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે, કોંગ્રેસના રેમાબેન બિલવાલનો 715 મતે વિજય થયો છે.

-ખંભાત તાલુકા પંચાયતની બેઠક ભાજપે જાળવી રાખી. ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.

-બોરસદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે દાવોલ બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી. કોંગ્રેસના ઉમેદવારનો 900 મતે વિજય થયો છે. છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ભાજપનો દબદબો હતો.

-ભરૂચ: જંબુસર નગર પાલિકાની વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર સુમૈયા મલેકનો 8 મતથી વિજય થયો છે.

-સાવરકુંડલા તાલુકા પંયાયતની ઘાંડલા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નંદુબેન શાયમજીભાઈ વાઘમશીનો 140 મતે વિજય થયો છે.

-અમરેલી- તાલુકા પંચાયતની તમામ 6 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. ભાજપ અને કોંગ્રેસના ફાળે ત્રણ-ત્રણ બેઠક આવી. વડેરા, મોટા આંકડીયા અને બાબાપુર બેઠક પર કોંગ્રેસનો કબજો,

-હિંમતનગર નગર પાલિકાની એક એક વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના નટુભાઈ ઓઝાની જીત થઈ છે. કોંગ્રેસના મૌલેશ સોનીને 983 મતે હાર આપી છે.

-અરવલ્લી- મોડાસા નગર પાલિકાની વોર્ડ-9માં પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે, 732 મતથી અપક્ષ ઉમેદવાર જાકીર હુસૈન મુલતાનીનો વિજયી થયો છે.

-ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર-1ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રઝીયા પટેલનો વિજય.

-પ્રતાપપરા, નાના આંકડીયા અને જસવંતગઢ બેઠક પર ભાજપનો વિજય.

* નગરપાલિકાની 11 બેઠકો પર ભાજપના 9, કોંગ્રેસના 10 અને અપક્ષના 6 ઉમેદવારો મેદાનમાં હતા.
*જિલ્લા પંચાયતોની 2 ખાલી પડેલી બેઠકમાં ભાજપ કોંગ્રેસના બે- બે ઉમેદવારો મેદાનમાં હતા.
*તાલુકા પંચાયતની ખાલી પડેલી 33 બેઠકમાં ભાજપ કોંગ્રેસના 33-33 અને 9 અપક્ષ ઉમેદવાર મેદાનમાં હતા.

કેટલી બેઠકો પર યોજાઈ હતી ચૂંટણીઃ

8 નગરપાલિકા- 11 બેઠક
તાલુકા પંચાયત – 33 બેઠક
જિલ્લા પંચાયત – 2 બેઠક