Electoral bond case/ ચૂંટણી પંચે ઇલેક્ટરોલ બોન્ડ સંબંધિત ડેટા જાહેર કર્યો, કોણે કોને આપ્યું દાન મામલે સુપ્રીમ કોર્ટે SBI પાસે માંગી સ્પષ્ટતા

ચૂંટણી પંચએ ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત ડેટા જાહેર કર્યો. વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ ઇલેક્ટરોલ બોન્ડના ડેટામાં વિગતો પૂરતી નો હોવાનું લાગતા કોર્ટે SBIને કહ્યું કે કોણે કેટલું દાન આપ્યું તેની સ્પષ્ટતા કરો.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 03 15T120516.765 ચૂંટણી પંચે ઇલેક્ટરોલ બોન્ડ સંબંધિત ડેટા જાહેર કર્યો, કોણે કોને આપ્યું દાન મામલે સુપ્રીમ કોર્ટે SBI પાસે માંગી સ્પષ્ટતા

ભારતીય ચૂંટણી પંચ (ECI)એ ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત ડેટા જાહેર કર્યો. આ જાહેર કરવામાં આવેલ ડેટામાં કોણે કોને દાન આપ્યું હતું તે દેખાતું ન હોવાથી સુપ્રીમ કોર્ટે ફરીથી SBIને અલગથી ઈલેક્ટોરલ બોન્ડની સંખ્યા જાહેર કરવા કહ્યું છે. જેથી દાતા અને દાન મેળવનાર વચ્ચેની કડી સ્પષ્ટ રીતે સ્થાપિત થાય. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચે SBIને આ ‘ઓમિશન’નો ખુલાસો કરવા નોટિસ પાઠવી છે. આ અંગે આગામી સુનાવણી 18 માર્ચ, સોમવારે થશે.

ચૂંટણી પંચની વેબસાઇટ પર 763 પેજની બે યાદી અપલોડ કરવામાં આવી છે. એક યાદીમાં બોન્ડ ખરીદનાર કંપનીઓ અને વ્યક્તિઓ વિશેની માહિતી આપવામાં આવી છે અને બીજી યાદીમાં બોન્ડ્સ કેશ કરનાર પક્ષકારોની માહિતી આપવામાં આવી છે. પરંતુ આમાંથી એ સ્પષ્ટ નથી થયું કે કોણે કોને પૈસા આપ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SBI અને ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડ મામલે અદાલતમાં તમામ દસ્તાવેજ રજૂ કર્યા હતા. ગુરુવારે ચૂંટણી પંચે (ECI)એ ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત ડેટા જાહેર કર્યો. જેના બાદ બોન્ડની માહિતીમાં દાન આપનાર દાતા અને લેનાર દાન મેળવનાર વચ્ચેની વિગતોમાં અસ્પષ્ટતા જોવા મળતા કોર્ટે આ મામલે SBI પાસે સ્પષ્ટતા માંગી.

ઇલેક્ટરલ બોન્ડમાં 1 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા અને 1 કરોડ રૂપિયા સુધી આપવામાં આવે છે. પરંતુ વેબસાઈટ પર મૂકવામાં આવેલ વિગતોને લઈને સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે માહિતી અસ્પષ્ટ છે. કેમકે બોન્ડ નંબરથી ખબર પડશે કે ખેડૂત દાનદાતાએ ખેડૂત પાર્ટીને દાન આપ્યું છે. નોંધનીય છે કે સુપ્રિમ કોર્ટની 5 જોજોની બેન્ચે 15 ફેબ્રુઆરીએ ઇલેક્ટોરલ બૉન્ડના વેચાણ પર રોક લગાવી હતી. જેના બાદ SBIને મંગળવાર સાંજ સુધી ચૂંટણી પંચની ડેટા આપવાનું જણાવ્યું હતું. તેના બાદ ચૂંટણી પંચે ગુરુવારે ઇલેક્ટરોલ બોન્ડનો ડેટા વેબસાઈટ પર જાહેર કર્યો હતો. વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ ઇલેક્ટરોલ બોન્ડના ડેટામાં દાતા અને દાન મેળવનાર વચ્ચે કડીઓ ના મળતા કોર્ટે SBIને કહ્યું કે કોણે કેટલું દાન આપ્યું તેની સ્પષ્ટતા કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Modi/પીએમ મોદીએ ભૂટાનના સમકક્ષ શેરિંગ તોબગે સાથે ઘણા મુદ્દાઓ પર ‘અર્થપૂર્ણ’ ચર્ચા કરી 

આ પણ વાંચો:Crude Oil Price/પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, અહીં ₹7થી વધુ સસ્તું મળશે ક્રૂડ ઓઈલ

આ પણ વાંચો:one country one election/‘એક દેશ એક ચૂંટણી’ લોકશાહી વિરુદ્ધ છે, ત્રણ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશોએ