Crude Oil Price/ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, અહીં ₹7થી વધુ સસ્તું મળશે ક્રૂડ ઓઈલ

આજે 670માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર થયો છે. આજે ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ 83 રૂપિયા પ્રતિ લીટરથી પણ ઓછા ભાવે ઉપલબ્ધ છે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 15T080552.191 પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, અહીં ₹7થી વધુ સસ્તું મળશે ક્રૂડ ઓઈલ

આજે 670માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર થયો છે. આજે ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ 83 રૂપિયા પ્રતિ લીટરથી પણ ઓછા ભાવે ઉપલબ્ધ છે. જ્યારે ડીઝલ 80 રૂપિયા પ્રતિ લીટરથી નીચે છે. જો કે ક્રૂડ ઓઈલની કિંમત ફરી એકવાર 85 ડોલરને પાર પહોંચી ગઈ છે. બ્લૂમબર્ગ એનર્જી અનુસાર, બ્રેન્ટ ક્રૂડનો મે વાયદો પ્રતિ બેરલ $85.01 પર પહોંચી ગયો છે. જ્યારે WTIનો એપ્રિલ વાયદો પ્રતિ બેરલ $80.95 પર પહોંચી ગયો છે.

આજે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે ઓઈલ માર્કેટિંગ પેટ્રોલિયમ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (HPCL)એ પેટ્રોલ અને ડીઝલના દર જાહેર કર્યા છે.

લખનૌમાં પેટ્રોલની કિંમત 96.57 રૂપિયાથી ઘટીને 94.65 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.76 રૂપિયાથી ઘટીને 87.76 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આગ્રામાં પેટ્રોલ 96.20 રૂપિયાથી ઘટીને 94.35 રૂપિયા અને ડીઝલ 89.37 રૂપિયાથી ઘટીને 87.41 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. મેરઠમાં પેટ્રોલ 96.31 રૂપિયાથી 94.43 રૂપિયા અને ડીઝલ 89.49 રૂપિયાથી 87.49 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થયું છે.

રાજસ્થાનના લોકો માટે બેવડી ખુશીઃ શ્રીગંગાનગરમાં લિટરની કિંમત 113.44 રૂપિયાથી ઘટીને 106.26 રૂપિયા અને ડીઝલની કિંમત 91.60 રૂપિયા થઈ ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ રાજસ્થાનના લોકોને બેવડી ખુશીઓ આપી છે. અહીં રાજ્ય સરકારે વેટમાં બે ટકાનો ઘટાડો કર્યો છે, જ્યારે કેન્દ્ર સરકારે પણ ઈંધણના દરમાં ઘટાડો કર્યો છે.

જેના કારણે પેટ્રોલની કિંમતમાં લગભગ 7 રૂપિયાનો ઘટાડો થયો છે. પિંક સિટી જયપુરમાં પેટ્રોલ 108.48 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને 104.88 રૂપિયા પર આવી ગયું છે. જ્યારે ડીઝલની કિંમત 93.72 રૂપિયાથી ઘટીને 90.36 રૂપિયા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આજે દેશનું સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં 82.42 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78.01 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે.

અન્ય શહેરોની શું છે સ્થિતિઃ કોલકાતામાં આજે પેટ્રોલની કિંમત 106.03 રૂપિયાથી ઘટીને 103.94 રૂપિયા અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને આજે 90.76 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયાથી ઘટીને 104.21 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયાથી ઘટીને 92.15 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે.

ઈન્દોરમાં પેટ્રોલ 108.67 રૂપિયાથી ઘટીને 106.50 રૂપિયા અને ડીઝલ 93.95 રૂપિયાથી ઘટીને 91.89 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. નાગપુરમાં પેટ્રોલ હવે 103.96 રૂપિયા પ્રતિ લીટર છે, જે પહેલા 106.04 રૂપિયા હતું. અહીં ડીઝલ 92.59 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને 90.52 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે. અમદાવાદમાં પેટ્રોલ 96.42 રૂપિયાથી ઘટીને 94.44 રૂપિયા અને ડીઝલ 92.17 રૂપિયાથી ઘટીને 90.11 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પશ્વિમ બંગાળ/CM મમતા બેનર્જીને માથામાં ગંભીર ઈજાઓ થતા PM મોદીએ જલદી સાજા થવાની કામના કરી

આ પણ વાંચો:બેઠક/ગાંધીનગરમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક યોજાઇ

આ પણ વાંચો:ભાવમાં ઘટાડો/લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયાનો કર્યો ઘટાડો