Not Set/ છત્તિસગઢ/IED વિસ્ફોટમાં CRPF જવાન ઘાયલ, આર્મીએ 15 અને 10 કિલોનાં બોમ્બ નિષ્ક્રિય કર્યા

સીઆરપીએફ દ્વારા કરવામાં આવી રહેલા એરિયા ડોમિનેશન ઓપરેશન દરમિયાન, સીઆરપીએફની 168 બટાલિયનની એક ટુકડી, બીજપુરમાં આઈઈડી વિસ્ફોટનો શિકાર બની હતી. વિસ્ફોટમાં સીઆરપીએફનાં એક કોન્સ્ટેબલને તેના જમણા પગ પર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને વધુ સારવાર માટે રાયપુર ખસેડવામાં આવ્યો છે. બસ્તરનાં પોલીસ મહાનિર્દેશક, પી. સુંદરરાજે જણાવ્યું હતું કે, બીજપુરમાં આ વિસ્ફોટ નક્સલીઓ દ્વારા રોપવામાં આવેલા […]

Top Stories India
ARMY BOMB DISPOSED છત્તિસગઢ/IED વિસ્ફોટમાં CRPF જવાન ઘાયલ, આર્મીએ 15 અને 10 કિલોનાં બોમ્બ નિષ્ક્રિય કર્યા

સીઆરપીએફ દ્વારા કરવામાં આવી રહેલા એરિયા ડોમિનેશન ઓપરેશન દરમિયાન, સીઆરપીએફની 168 બટાલિયનની એક ટુકડી, બીજપુરમાં આઈઈડી વિસ્ફોટનો શિકાર બની હતી. વિસ્ફોટમાં સીઆરપીએફનાં એક કોન્સ્ટેબલને તેના જમણા પગ પર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને વધુ સારવાર માટે રાયપુર ખસેડવામાં આવ્યો છે.

બસ્તરનાં પોલીસ મહાનિર્દેશક, પી. સુંદરરાજે જણાવ્યું હતું કે, બીજપુરમાં આ વિસ્ફોટ નક્સલીઓ દ્વારા રોપવામાં આવેલા ઇમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ દ્વારા કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ કોઇ મોટી જાનહાની ટળી છે, પરંતુ સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) નાં એક જવાન ઘાયલ થયા છે.

IED વિસ્ફોટકો ને શોઘવા ભારતીય સૈન્ય દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. સેના દ્વારા આઈઈડીની શોધ શરૂ કરવામાં આવી હોત. ભારતીય સૈન્યનાં જાબાઝ જવાનો દ્વારા ગંભીર જોખમ ઉઠાવતાં બોમ્બ ડિસ્પોઝલ ટીમો દ્વારા વિસ્ફોટકોથી ભરેલા 15 કિલોગ્રામ અને 10 કિલોગ્રામના બે નળાકાર કન્ટેનર શોધી કાઢવામાં આવ્યા હતા. અને બને બોમ્બને નિષ્ક્રિય કરી દોવામાં આવ્યા હતા. સેનાઅધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ટ્રાફિકના પ્રવાહમાં વિક્ષેપ લાવવા અને લોકોમાં ગભરાટ પેદા કરવા ઉપરાંત, કિંમતી જાનનું અને સંપત્તિને વ્યાપક નુકસાન પહોંચાડવાનાં હોતુ સાથે આવા ઘીન કૃત્યો આચરવામાં આવે છે. આવા બર્બર કૃત્યો પરિસ્થિતિને સામાન્યતા તરફ પાછા ફરતાં અટકાવવાનો એક પ્રયાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.