સુરતમાં બીઆરટીએસ બસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. આજે ત્રીજા દિવસે પણ BRTS બસે મહિલાને અડફેટે લીધી છે. BRTS બસે રસ્તો ઓળંગતી આધેડ મહિલાને ટક્કર મારી છે. મહિલા ઈજાગ્રસ્ત થતા સુરત સિવિલમાં ખસેડવામાં આવી હતી.
આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, વૃદ્ધ મહિલા રસ્તો ક્રોસ કરી રહી હતી. મહિલા ડિવાઈડર પાસે રોડ ક્રોસ કરવા જતા BRTS બસ પુર ઝડપે આવી અને વૃદ્ધા બસ જોઈ ડરી ગયા હતા અને તેમણે બસ પર હાથ મૂક્યો હતો. ત્યારે આ એક્સિડન્ટમાં વૃદ્ધ મહિલાની ભૂલ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. તો સાથે જ સીસીટીવીમાં પણ સ્પષ્ટ થાય છે કે વૃદ્ધ મહિલાની ભૂલ છે.
ઉલ્લેખનીય છે કે BRTS બસે બે દિવસ પહેલા એક જ પરિવારના ત્રણ લોકોનો ભોગ લીધો હતો. બાદમાં ગઇ કાલે પાંડેસરામાં એક વ્યક્તિને અડફેટે લીધો હતો. અકસ્માતને પગલે ડ્રાઈવર બસ છોડીને ફરાર થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.