- અંકલેશ્વરમાં દુષ્કર્મની ઘટના
- મનોદિવ્યાંગ સગીરા પર આચર્યુ દુષ્કર્મ
- એક વર્ષ સુધી આચર્યુ દુષ્કર્મ
- પોલીસે 5 આરોપીની ધરપકડ કરી
અંકલેશ્વરમાં દુષ્કર્મની ઘટના બની છે.સમગ્ર ઘટનામાં એક આધેડ, અને બે સગીરે, અને બે યુવા દુષ્કર્મીઓએ મળી એક વર્ષ સુધી માનસિક અસક્ષમ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. માનસિક અસક્ષમતાનો ગેરલાભ ઉઠાવી પાંચેય આરોપીઓએ એક વર્ષ સુધી સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. ત્યારે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી છે.તો અંકલેશ્વર તાલુકા પોલીસે દુષ્કર્મી આધેડ, બે સગીર અને બે નરાધમ યુવાનો સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. જોકે તેની માનસિક અસક્ષમતાનો ગેરલાભ ઉઠાવી પાંચેય આરોપીઓએ એક વર્ષ સુધી સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. આખરે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી છે.સગીરાને ધમકાવી એક વર્ષમાં પાંચેય આરોપીઓએ તેંના પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે પીડિતાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી હતી. સ
ગીરા પર પાંચેય નરાધમોએ એક વર્ષમાં આચરેલા દુષ્કર્મમાં હાલ તેને 6 મહિનાનો ગર્ભ છે.અંકલેશ્વર તાલુકા પોલીસે દુષ્કર્મી આધેડ, બે સગીર અને બે નરાધમ યુવાનો સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તેઓને હીરાસતમાં લઈ લીધા છે. પીડિત સગીરા અને આરોપીઓનું તબીબી પરિક્ષણની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચલાવાઈ રહી છે.
આ પણ વાંચો:કરાર આધારિત કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો:સ્ટાર મેકર એપ વાપરી રહ્યા છો તો થઈ જજો સાવધાન, યુવતી સાથે થયું એવું કે તે જાણીને…
આ પણ વાંચો:11000 સુરક્ષા જવાનો અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ વચ્ચે ભારત-પાકની ટક્કર
આ પણ વાંચો:ગુજરાતમાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા