Not Set/ દારૂ/ ગોંડલ પાસે અધધધ 700 પેટી દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપાયું

ગુજરાતમાં દારૂબંધી વિશે તો મોટો સંશોધન નિબંધ લખી શકાય તેવી સ્થિતિ છે. વારેવાર સવાલો ઉઠાવવામાં આવે છે કે, ગુજરાતમાં દારૂબંઘી છે? દારૂબંધી મામલે બાપુને પણ છોડવામાંં નથી આવતા અને દારૂનું નામ પડે એટલે ગાંધીજીનાં ગુજરાતમાં ત્યારથી શરૂ થતા દરેક વાક્ય હજાર હજાર પ્રશ્નો જેવા વ્યંગ હોય છે. પરંતુ ગુજરાતમાં દારૂની સ્થિતિ તે દિવસે પણ આમની […]

Top Stories Rajkot Gujarat
pjimage 10 દારૂ/ ગોંડલ પાસે અધધધ 700 પેટી દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપાયું

ગુજરાતમાં દારૂબંધી વિશે તો મોટો સંશોધન નિબંધ લખી શકાય તેવી સ્થિતિ છે. વારેવાર સવાલો ઉઠાવવામાં આવે છે કે, ગુજરાતમાં દારૂબંઘી છે? દારૂબંધી મામલે બાપુને પણ છોડવામાંં નથી આવતા અને દારૂનું નામ પડે એટલે ગાંધીજીનાં ગુજરાતમાં ત્યારથી શરૂ થતા દરેક વાક્ય હજાર હજાર પ્રશ્નો જેવા વ્યંગ હોય છે. પરંતુ ગુજરાતમાં દારૂની સ્થિતિ તે દિવસે પણ આમની આમ હતી અને આજે પણ આમની આમ જ છે.

ગુજરાતમાં દારૂની ગંધ ખાલી સ્ટેટ વિજીલન્સ ટીમને જ આવે છે અને મોટા ભાગે દારૂના સપાટામાં સ્ટેટ વિજીલન્સ ટીમ જ હોય છે. પ્રશ્ન પણ છે જ કે આવુ જ કેમ? શું સ્થાનિક પોલીસનાં નાક બંઘ છે કે દારુ ગંધ વિહોણો છે તે તપાસનો વિષય છે. દારુ મામલે કાયમ માટે સ્થાનિક પોલીસ ઉંઘતી જ ઝડપાય છે. કેમ? એક લાઇસન્સ ન હોય તો કોઇ રાજકોટથી અમદાવાદ ન જઇ શકે તેવી ચુસ્ત હાઇવે પોલીસ અને એમા પણ અમદાવાદ – રાજકોટ રોડ પર વચ્ચે પડતા સુરેન્દ્રનગરની હાઇવે પોલીસ એટલે એકદમ એલર્ટ જોવામાં આવે છે. પરંતુ કોઇ દિવસ હાઇવે પર પોલીસને દારુ મળ્યો ? કેમ? તમામ સવાલો વચ્ચે ફરી ગોંડલમાંથી દારુ પકડાયો છે.                gdl daru 1 દારૂ/ ગોંડલ પાસે અધધધ 700 પેટી દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપાયું gdl daru 2 દારૂ/ ગોંડલ પાસે અધધધ 700 પેટી દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપાયું

જી હા ગોંડલ પાસે હાઇવે પર થી અધધધ 700 પેટી વિદેશી દારુ પકડાયો છે. અને પૂર્વની જેવી જ કહાની છે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાવી, સ્ટેટ વિજીલન્સ ટીમનો સપાટો, દારુ પાંચ-સાત જીલ્લામાં ફરીને અને બે-ત્રણ સ્ટેટની સીમામાંથી પસાર થઇને ગોંડલ પહોચી જવો…..મજાની વાત તો એ છે કે, હરિયાણાથી આવેલું આખું દારૂનું કેન્ટેનર ગોંડલ પહોંચી ગયું અને ગોંડલમાં રાબેતા મુજબ સ્ટેટ વિજીલન્સ ટીમે સપાટો બોલાવ્યો. ગોંડલ નવામાર્કેટ યાર્ડ પાસે કન્ટેનરમાંથી 700 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો પકડાયો. જો કે પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરીને વધુ પૂછપરછ ચાલુ કરી દીધી છે.

gdl daru 3 દારૂ/ ગોંડલ પાસે અધધધ 700 પેટી દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.