Not Set/ ડાંગ/ મહિલા સરપંચને નામે તેમના પતિ દ્વારા મનસ્વી વહીવટ કરાતો હોવાની વિકાસ કમિશનરને ફરિયાદ

ડાંગ જિલ્લાનાં આહવા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ મનસ્વી વહીવટ કરતા હોવાની પંચાયતના 8 જેટલા સભ્યોએ સ્થાનિક અધિકારી સહિત વિકાસ કમિશનરને ફરિયાદ કરી છે. ડાંગ જિલ્લાના આહવા ગ્રામ પંચાયતના ચૂંટાયેલ 18 સભ્યો પૈકી ના 8 સભ્યોએ આજ રોજ તાલુકા વિકાસ અધિકારીને  સરપંચ વિરુદ્ધ મનસ્વી રીતે પંચાયતનો વહીવટ કરતા હોવાની ફરિયાદ કરી છે, સભ્યોના ફરિયાદ મુજબ મહિલા […]

Gujarat Others
વલસાડ 1 ડાંગ/ મહિલા સરપંચને નામે તેમના પતિ દ્વારા મનસ્વી વહીવટ કરાતો હોવાની વિકાસ કમિશનરને ફરિયાદ

ડાંગ જિલ્લાનાં આહવા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ મનસ્વી વહીવટ કરતા હોવાની પંચાયતના 8 જેટલા સભ્યોએ સ્થાનિક અધિકારી સહિત વિકાસ કમિશનરને ફરિયાદ કરી છે.

ડાંગ જિલ્લાના આહવા ગ્રામ પંચાયતના ચૂંટાયેલ 18 સભ્યો પૈકી ના 8 સભ્યોએ આજ રોજ તાલુકા વિકાસ અધિકારીને  સરપંચ વિરુદ્ધ મનસ્વી રીતે પંચાયતનો વહીવટ કરતા હોવાની ફરિયાદ કરી છે, સભ્યોના ફરિયાદ મુજબ મહિલા સરપંચના પતિ પંચાયતનો વહીવટ કરે છે, જેઓ વિકાસના વિવિધ કામોમાં પોતાના નામે બિલો રજૂ કરી પૈસા ઉપાડે છે,  આ અગાઉ સભ્યોએ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી,  નિવાસી કલેકટર , પ્રાંતઅધિકારી સહિત વિકાસ કમિશનરને ફરિયાદ કરી છે પરંતુ એક માસ  વીતવા છતાં હજુ આ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી.

આહવા તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની હોવા છતાં સરકારી નાણાંના ગેરવાહીવટ ને લઈને થયેલ ફરિયાદ નો કોઈ નિકાલ ન આવતા ખુદ ભાજપનાજ સભ્યો નારાજ થયા છે. અને નવા આવેલ તાલુકા વિકાસ અધિકારીને મૌખિક રજુઆત કરી જલ્દીથી યોગ્ય તપાસ કરી પગલાં ભરવા જણાવ્યું છે. તાલુકા વિકાસ અધિકારીએ અને સભ્યોને આશ્વાસન આપતા જરૂરી કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું છે.

પંચાયતના તલાટી કમ મંત્રીએ સરપંચનો બચાવ કરતા કહ્યું હતું કે સમગ્ર પ્રક્રિયા ટેન્ડર હસ્તક કરવામાં આવી છે અને જે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા છે. વારંવાર રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા આગામી સમયમાં સભ્યો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.