Not Set/ બેટી બચાવો અને બેટી પઢાવોનાં ફોર્મમાં સરપંચનાં સહી સિક્કા માટે ઘસારો, સરપંચ આ વાતથી અજાણ!!!

પાટણ જિલ્લાનાં સિદ્ધપુરનાં કુંવારા ગામમાં કેન્દ્ર સરકારની યોજના, બેટી બચાવો બેટી પઢાવોનાં ફોર્મમાં સરપંચના સહી-સિક્કા માટે ઘસારો જોવા મળ્યો હતો. પરંતુ હકીકત તપાસતા આ ફોર્મ બાબતે ગામનાં સરપંચ ખુદ જ અજાણ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગામની ભોળી પ્રજા છેતરાઈ રહી છે ત્યારે આ પ્રકારની યોજનામાં થતી છેતરપીંડી બાબતે તપાસ કરવામાં તેવી માંગ પણ […]

Top Stories Gujarat Others
Talati patan બેટી બચાવો અને બેટી પઢાવોનાં ફોર્મમાં સરપંચનાં સહી સિક્કા માટે ઘસારો, સરપંચ આ વાતથી અજાણ!!!

પાટણ જિલ્લાનાં સિદ્ધપુરનાં કુંવારા ગામમાં કેન્દ્ર સરકારની યોજના, બેટી બચાવો બેટી પઢાવોનાં ફોર્મમાં સરપંચના સહી-સિક્કા માટે ઘસારો જોવા મળ્યો હતો. પરંતુ હકીકત તપાસતા આ ફોર્મ બાબતે ગામનાં સરપંચ ખુદ જ અજાણ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગામની ભોળી પ્રજા છેતરાઈ રહી છે ત્યારે આ પ્રકારની યોજનામાં થતી છેતરપીંડી બાબતે તપાસ કરવામાં તેવી માંગ પણ હવે  ઉઠવા પામી છે.

talati patan1 બેટી બચાવો અને બેટી પઢાવોનાં ફોર્મમાં સરપંચનાં સહી સિક્કા માટે ઘસારો, સરપંચ આ વાતથી અજાણ!!!

કેન્દ્ર સરકારની બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત રૂપિયા બે લાખ આપવા અંગેની કોઇ યોજના અમલમાં નથી. તેમ છતાં પાટણ જિલ્લાનાં સિદ્ધપુર તાલુકાનાં કુંવારા ગામે વેચાતા ફોર્મમાં સરપંચોનાં સહી-સિક્કા કરવામાં ઘસારો જોવા મળી રહ્યો છે. જો કે તલાટી દ્વારા જણાવાયું કે આવી કોઈ યોજના નથી તેમ છતાંય ગામનાં સરપંચની બેદરકારી કોઈ તપાસ કર્યા વગર સહી-સિક્કા કરી રહ્યા છે તેના કારણે ભોળી પ્રજા છેતરાઈ રહી છે. આ પ્રકારની યોજનામાં થતી છેતરપીંડી બાબતે તપાસ કરવામાં આવે તેવી હવે માંગ ઉઠવા પામી છે.

talati patan 4 બેટી બચાવો અને બેટી પઢાવોનાં ફોર્મમાં સરપંચનાં સહી સિક્કા માટે ઘસારો, સરપંચ આ વાતથી અજાણ!!!

સિદ્ધપુર તાલુકાનાં કુંવારા ગામે હિન્દી ભાષામાં દર્શાવેલ પ્રધાનમંત્રી યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં ૮ થી ૨૨ વર્ષની કન્યાઓને ૨ લાખની સહાય માટેની યોજનાનાં ફોર્મ વેચાઇ રહ્યાં છે. આ ફોર્મમાં તે પંચાયતનાં સરપંચ, પ્રમુખનાં સહી-સિક્કા, બેંક પાસબુકની ઝેરોક્ષ, આધાર કાર્ડની નકલ એટેચ કરીને મહિલા એવંમ બાલ વિકાસ મંત્રાલય, શાસ્ત્રી ભવન, દિલ્હી ૧૧,૦૦૦ ખાતે મોકલી આપવા જણાવાયું છે.  કુંવારા ગામે આ પ્રકારનાં ફોર્મનું છેલ્લા એક સપ્તાહથી વિતરણ થવાની સાથે સરપંચો સહી-સિક્કા માટે પણ કન્યાઓનાં વાલીઓ દ્વારા ગ્રામ પંચાયતમાં ઘસારો કરી રહ્યાં છે.

Talati patan 5 બેટી બચાવો અને બેટી પઢાવોનાં ફોર્મમાં સરપંચનાં સહી સિક્કા માટે ઘસારો, સરપંચ આ વાતથી અજાણ!!!

કુંવારા ગામનાં તલાટીએ જણાવ્યું હતું કે, તાલુકા-જિલ્લા કક્ષાએથી આ પ્રકારની યોજના અંગે કોઈ લેખિત કે મૌખિક સૂચના આપી નથી. કેટલાક લે ભાગુ તત્વો દ્વારા વિવિધ યોજના નામે ફોર્મ વિતરણ કરીને નાણાં ખંખેરવાનો પ્રયાસ કરતા હોય છે. આ બાબતે મેં ગામનાં સરપંચને પણ જાણ કરી હતી તેમ છતાંય તેઓએ કોઈ તપાસ કરી નહોતી અને ફોર્મમાં સહીઓ કરી રાખી આ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે પરંતુ લોકો લાલચમાં જાગૃત ન બનતાં ખોટી રીતે લૂંટાઈ જવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી હતી.

Talati patan 6 બેટી બચાવો અને બેટી પઢાવોનાં ફોર્મમાં સરપંચનાં સહી સિક્કા માટે ઘસારો, સરપંચ આ વાતથી અજાણ!!!

જો કે આ બાબતે પાટણ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, બેટી બચાવો અને બેટી પઢાવો યોજનામાં આર્થિક સહાય જેવું કંઈ નથી. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ અંગે લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે મામલતદાર અને આરોગ્ય વિભાગને સૂચના આપીને ફોર્મ વિતરણ કરતા તત્વોની તપાસ હાથ ધરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં.