Not Set/ નિર્ભયા કેસ/ ઘટના સમયે પવન સગીર ન હતો, SC એ કરી યાચિકા રદબાતલ

સુપ્રીમ કોર્ટ દિલ્હી 2012 સામુહિક બળાત્કાર અને હત્યા કેસ એટલે કે નિર્ભયા બળાત્કાર અને હત્યાના કેસમાં દોષી પવનની SLP hj સુનાવણી કરતા 20 જાન્યુઆરીએ, નિર્ભયાના દોષિત પવનની ઘટના સમયે તે સગીર હોવાની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્રારા અરજી નકારી કાઢાતા ફાંસીને રસ્તો સાફ થયો છે. આપને જણાવી દઇએ કે સોમવારે બપોરના સમયે SC […]

Top Stories India
aaaaaaaaaamay નિર્ભયા કેસ/ ઘટના સમયે પવન સગીર ન હતો, SC એ કરી યાચિકા રદબાતલ

સુપ્રીમ કોર્ટ દિલ્હી 2012 સામુહિક બળાત્કાર અને હત્યા કેસ એટલે કે નિર્ભયા બળાત્કાર અને હત્યાના કેસમાં દોષી પવનની SLP hj સુનાવણી કરતા 20 જાન્યુઆરીએ, નિર્ભયાના દોષિત પવનની ઘટના સમયે તે સગીર હોવાની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્રારા અરજી નકારી કાઢાતા ફાંસીને રસ્તો સાફ થયો છે.

આપને જણાવી દઇએ કે સોમવારે બપોરના સમયે SC દ્વારા પવનની અરજીની સુનાવણી કરવામાં આવી હતી. નિર્ભયાને દોષિત પવનકુમાર ગુપ્તાના વકીલ એ.પી.સિંહે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, જ્યારે દિલ્હી ગેંગરેપની ઘટના બની ત્યારે પવન 17 વર્ષ, 1 મહિના અને 20 દિવસનો હતો. તેથી, પવનને આ કિસ્સામાં  સગીર માનવો જોઇએ.

નિર્ભયા દોષી પવનકુમાર ગુપ્તાના વકીલ એ.પી.સિંઘે સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેંચ સમક્ષ ચર્ચા શરૂ કરી હતી. આ દરમિયાન ન્યાયાધીશ અશોક ભૂષણએ કહ્યું કે 9 જુલાઈ 2018 ના રોજ તમારી (પવન)ની અરજીને આ કોર્ટે ફગાવી દીધી હતી. તો હવે તમે અહીં કઈંક નવી માહિતી લઈને આવ્યા છો, આ કેવી રીતે માન્ય રાખી શકાય? સુપ્રીમ કોર્ટ દ્વારા પવન કુમારની અરજી ફગાવી દેવામાં આવતા હવે ચાર અપરાધીને ફાંસીએ લટકાળવાનો રસ્તો હાલ પુરતો સાફ જોવામાં આવી રહ્યો છે. જો કે ચારમાંથી હજુ પણ બે આરોપીએ દ્વારા દયાની અરજી અને ક્યુરેટીવ પીટિશન કરવામાં આવી નથી. જ્યારે કોર્ટ દ્વારા તમામ આરોપીને 1 ફેબ્રુઆરીએ ફાંસીએ લટાવી દેવા માટેનું નવું ડેથ વોરંટ પણ કાઢી દેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.