Not Set/ જંગલ ક્વીન સિંહણ ફરી ‘પાળેલો કુતરો’ બની,મરઘી ખવડાવતો વધુ એક વિડીયો વાઈરલ

ગીર સોમનાથ, ખુરશીમાં બેસી હાથમાં મુરઘો લઇ એક વ્યક્તિ માદા સિંહ જે ભકતાણી નામે ઓળખાય તેને મુરઘા માટે લલચાવતો હોવાનો વિડીયો થયો વાઇરલ થયો છે. આ ગેરકાયદે લાયન શોનો ત્રીજો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ એક સિંહણને ખોરાક માટે લલચાવી રહ્યો છે. નોંધનીય છે કે ગીરના જંગલમાં લાયન શો અને સિંહોની પજવણીના […]

Top Stories Gujarat Others Trending Videos
mantavya 452 જંગલ ક્વીન સિંહણ ફરી ‘પાળેલો કુતરો’ બની,મરઘી ખવડાવતો વધુ એક વિડીયો વાઈરલ

ગીર સોમનાથ,

ખુરશીમાં બેસી હાથમાં મુરઘો લઇ એક વ્યક્તિ માદા સિંહ જે ભકતાણી નામે ઓળખાય તેને મુરઘા માટે લલચાવતો હોવાનો વિડીયો થયો વાઇરલ થયો છે. આ ગેરકાયદે લાયન શોનો ત્રીજો વિડીયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં એક વ્યક્તિ એક સિંહણને ખોરાક માટે લલચાવી રહ્યો છે. નોંધનીય છે કે ગીરના જંગલમાં લાયન શો અને સિંહોની પજવણીના વીડિયો વાયરલ થતા રહે છે. હાલ આ વીડિયો અંગે વધુ માહિતી મળી શકી નથી.

વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ ખુરશી પર બેઠો છે. તેના હાથમાં એક મરઘી દેખાઈ રહી છે. તેની બરાબર સામે એક સિંહણ આવીને ઉભી છે. આ વ્યક્તિ માદા સિંહ તરફ વારંવાર મરઘી આગળ ધરીને તેને લલચાવી રહ્યો છે. આ સમય દરમિયાન અન્ય બીજા વ્યક્તિઓનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે.