Not Set/ ચીન અને રશિયા સાંભળી રહ્યું છે ટ્રમ્પના આઈફોન પર થતી વાતચીત

વોશિગ્ટન અમેરીકાની સુરક્ષા એજન્સીઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોન કોલને લઈ સનસનીખેજ જાણકારી જાહેર કરી છે.સુરક્ષા એજન્સીનું કહેવુ છે કે બંને દેશ રશિયા અને ચીન  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થતી ફોન પર વાતચીત સાંભળે છે. અમેરીકી સમાચાર પત્ર ન્યુયોર્ક ટાઈમ્સે દેશના વર્તમાન અને પૂર્વ અધિકારીઓના નામનો ખુલાસો કર્યા વિના પોતાના રીપોર્ટમાં આ અંગેનો દાવો કર્યો છે. […]

Top Stories World Trending
tri ચીન અને રશિયા સાંભળી રહ્યું છે ટ્રમ્પના આઈફોન પર થતી વાતચીત

વોશિગ્ટન

અમેરીકાની સુરક્ષા એજન્સીઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોન કોલને લઈ સનસનીખેજ જાણકારી જાહેર કરી છે.સુરક્ષા એજન્સીનું કહેવુ છે કે બંને દેશ રશિયા અને ચીન  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થતી ફોન પર વાતચીત સાંભળે છે.

અમેરીકી સમાચાર પત્ર ન્યુયોર્ક ટાઈમ્સે દેશના વર્તમાન અને પૂર્વ અધિકારીઓના નામનો ખુલાસો કર્યા વિના પોતાના રીપોર્ટમાં આ અંગેનો દાવો કર્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચીનના જાસુસ મોટાભાગે ફોન પર થતી આ વાતચીત સાંભળે છે અને આનો ઉપયોગ ટ્રમ્પના કામકાજને સારી રીતે સમજવા અને પ્રશાસનની નીતિઓને પ્રભાવિત કરવા માટે કરે છે.

રીપોર્ટ મુજબ, ટ્રમ્પ પોતાના મિત્રો સાથે વાતચીત કરવા માટે આઈફોનનો ઉપયોગ કરે છે. ટ્રમ્પને બીજા અધિકારીઓ દ્વારા ઘણી બધી વખત કહેવામાં આવ્યું હતું પરંતુ તે આઈફોનનો ઉપયોગ બંધ કરતા નથી.

merlin 142425534 4b19ba3a 36ea 4a7c b278 965a85ff647a articleLarge ચીન અને રશિયા સાંભળી રહ્યું છે ટ્રમ્પના આઈફોન પર થતી વાતચીત

અમેરિકન એજન્સીના કહેવા પ્રમાણે ટ્રમ્પ જો આઈફોનની જગ્યાએ લેન્ડલાઈન ફોનનો ઉપયોગ કરે તો તે વધારે સુરક્ષિત છે.

અમેરિકી સુરક્ષા એજન્સીને હાલમાં જ ખબર પડી છે કે ચીન અને રશિયા બંને દેશ ખાનગી રીતે રાષ્ટ્રપતિની ફોનમાં થયેલી દરેક વાતચી સાંભળે છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી વ્હાઈટ હાઉસે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ટ્રમ્પની પાસે હાલ ત્રણ આઈફોન છે.

ઘણી વખત ટ્રમ્પ કેટલાય પ્રોટોકોલને ફોલો નથી  કરતા જેને લીધે બીજી સમસ્યા ઉભી થઇ જાય છે.

તમને જણાવી દઈએ કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા આ મામલે ખુબ જ હોંશિયાર હતા તેઓ જે આઈ ફોન વાર્તા હતા તે આઇફોનમાં કોઈને ફોન કરી શકતો નહતો. તેટલું જ નહી પરંતુ તેમાં ફોટા પણ ક્લિક નહતા કરી શકાતા. આ ફોનમાં માત્ર સ્પેશ્યલ ઈમેઈલ એડ્રેસથી મહત્વના મેસેજ જ આવતા હતા. એટલું જ  નહી પરંતુ આ આઇફોનમાં કોઈ પણ પ્રકારનું માઈક્રોફોન નહતું.  ફોનમાંથી ટેક્સ્ટ મેસેજ પણ ન કરી શકો તેવો ફોન ઓબામા વાપરતા હતા.

ઓ બીજી તરફ ટ્રમ્પ એવા ડિવાઈસ વાપરે જે તેમના પ્રોટેક્શનમાં શામેલ નથી.