Covid-19/ રાજ્યમાંથી હવે કોરોના બસ ગયો જ સમજો, છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયુ એક પણ મોત

રાજ્યમાં કોરોનાનાં કેસમાં છેલ્લા ઘણા દિવસોથી વધ-ઘટ થઇ રહી છે. જો કે બીજી લહેર હવે પૂર્ણ રીતે શાંત થઇ ગઇ હોય તેવુ દૈનિક આંકડાઓ જોઇને લાગી રહ્યુ છે.

Top Stories Gujarat Others
1 202 રાજ્યમાંથી હવે કોરોના બસ ગયો જ સમજો, છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયુ એક પણ મોત
  • રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો
  • છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 15
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,803
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 17
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,041
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 182

રાજ્યમાં કોરોનાનાં કેસમાં છેલ્લા ઘણા દિવસોથી વધ-ઘટ થઇ રહી છે. જો કે બીજી લહેર હવે પૂર્ણ રીતે શાંત થઇ ગઇ હોય તેવુ દૈનિક આંકડાઓ જોઇને લાગી રહ્યુ છે. તાજેતરની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસનો આંકડો 15 નોંધાયો છે. જે બતાવે છે કે, હવે રાજ્યમાં કોરોના માત્ર નામ બરોબર છે.

1 203 રાજ્યમાંથી હવે કોરોના બસ ગયો જ સમજો, છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયુ એક પણ મોત

આ પણ વાંચો – દરોડો /  સુરેન્દ્રનગરના સાયલામાં ક્વોરીની આડમાં ચાલતું બાયોડીઝલનું વેચાણ ઝડપાયું, સાડા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

આપને જણાવી દઇએમ કે, રાજ્યમાં ભલે કોરોનાનાં દૈનિક કેસ આટલા ઓછા આવી રહ્યા હોય, પરંતુ હજુ ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોનાં મતે કોરોના મહામારીનું નામ આપણા જીવનથી પૂર્ણ રીતે ફૂસાઇ ગયુ નથી. લોકોએ હજુ પણ ઘણી સાવધાની રાખવાની જરૂર છે. ગુજરાતની વાત કરીએ તો અહી દૈનિક કેસોમાં ખૂબ ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 15 કેસ જ નોંધાયા છે. ત્યારબાદ હવે કોરોનાનાં કુલ કેસનો આંકડો 8,24,803 પર પહોંચી ગયો છે. વળી અહી સૌથી સારા સમાચાર એ છે કે, આ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી, એટલે કે, કોરોનાનો મોતનો આંક આ 24 કલાકમાં 0 રહ્યો છે. વળી રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની વાત કરીએ તો આ 24 કલાકમાં 17 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ આંકડા બાદ રાજ્યમાં કોરોનાથી ઠીક થયેલા દર્દીઓની કુલ સંખ્યા 8,15,041 પર પહોંચી ગઇ છે. ગુજરાતમાં તાજેતરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા હવે 182 રહી છે. જે ગુજરાત રાજ્યમાં માટે એક જીત બરોબર છે.

1 204 રાજ્યમાંથી હવે કોરોના બસ ગયો જ સમજો, છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયુ એક પણ મોત

આ પણ વાંચો – દરોડો /  સુરેન્દ્રનગરના સાયલામાં ક્વોરીની આડમાં ચાલતું બાયોડીઝલનું વેચાણ ઝડપાયું, સાડા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. આ એક એવો સમય હતો કે જે વિશે લોકોને યાદ પણ આવે છે તો તેઓનાં રૂંવાટા ઉભા થઇ જાય છે. લગભગ એવુ કોઇ પરિવાર નહી હોય કે જેણે પોતાના નજીકનાં કોઇ સગા-સંબંધીને આ કોરોનાની મહામારીનો શિકાર થતા ન જોયા હોય. જો કે હવે આ બીજી લહેર શાંત થઇ ગઇ છે. પરંતુ આ બીજી લહેર શાંત થતા જ લોકો ફરી તે જ બેદરકારીનું પુનરાવર્તન કરતા જોવા મળી રહ્યા છે, જે તેઓએ બીજી લહેર પહેલા કરી હતી. દેશનાં વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ હજુ પણ લોકોને સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. જેનો એક મુખ્ય કારણ ત્રીજી લહેરની આશંકા પણ છે.