NEW DELHI NEWS: EDએ દિલ્હીના cm અરવિંદ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે. edએ દિલ્હી અદાલતને રિમારડ કોપી સોંપી હતી તે સામે આવી છે. કેજરીવાલ તે એક્સાઇઝ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને મુખ્ય ષડયંત્રકાર છે. કેજરીવાલ અમુક વ્યક્તિઓને લાભ આપવા આબકારી નીતિ 2021-22 તૈયાર કરવા ષડયંત્ર કરવામાં સામેલ હતા.
EDએ રિમાન્ડમાં જણાવ્યું હતું કે આ નીતિ સાઉથ ગ્રૂપને મળવાપાત્ર લાભોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હતી અને તે વિજય નાયર, મનીષ સિસોદિયા અને સાઉથ ગ્રૂપના સભ્યો-પ્રતિનિધિઓની સાથે મળીને બનાવવામાં આવી હતી. EDએ રિમાન્ડમાં જણાવ્યું હતું કે મનીષ સિસોદિયાના તત્કાલિન સચિવ અરવિંદનું 07.12.2022નું નિવેદન છે જેમાં તેણે ખુલાસો કર્યો છે કે, માર્ચ 2021ના મધ્યમાં, મનીષ સિસોદિયાએ તેમને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને બોલાવ્યા હતા અને તેને લગભગ 30 પાના પૂછ્યા. જે GOM રિપોર્ટનો ડ્રાફ્ટ હતો.
EDએ રિમાન્ડમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સાથે, સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા પણ તેમના ઘરે હાજર હતા. પછી મનીષ સિસોદિયાએ તેમને કહ્યું કે આ તે આધાર દસ્તાવેજ છે જેના આધારે અંતિમ GoM રિપોર્ટ બનવાનો છે. વધુમાં, ED એ રિમાન્ડમાં જણાવ્યું હતું કે બૂચી બાબુ (કવિતાના CA)એ ખુલાસો કર્યો છે કે અરુણ પિલ્લાઈ નીતિ નિર્માણ પર વિજય નાયર સાથે કામ કરતા હતા. વિજય નાયર, કવિતા મનીષ સિસોદીયા માટે કામ કરી રહ્યા હતા.
આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક
આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું
આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર