ગુજરાત : રાજકીય પાર્ટીઓ માટે ગરમી વિલન બની રહી છે. રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. હવામાન નિષ્ણાત દ્વારા આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગરમીની સિઝનમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવો રાજકીય પક્ષોને ભારે પડશે. આગામી 5 દિવસ રાજ્યમાં અંગદઝાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. એવું પણ કહેવાય છે કે આ કાળઝાળ ગરમીમાં જે બહાર નીકળશે તે ‘પુરીમાંથી પાપડ બની શકે છે.’ એટલે કે ગરમીનો પારો વધતા લોકોને ભારે સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડી શકે.
આગામી 5 દિવસ રાજયના અનેક જીલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, પોરબંદર,ભાવનગર, વલસાડ જિલ્લામાં હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે દિગ્ગજ નેતાઓની સભાઓમાં ભીડ ભેગી કરવા કાર્યકરોને ભારે જહેમત ઉઠાવી પડે છે. ગરમીના કારણે પાર્ટી દ્વારા કરતા પ્રચારમાં ખુલ્લી જાહેરસભાઓ અને રેલીઓમાં ભીડમાં માણસોની સંખ્યા ઓછી પણ જોવા મળી શકે છે.
અત્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત મુલાકાતમાં લોકસભા ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. પીએમ મોદી પહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ભાજપને પછાડવા ગુજરાત આવ્યા હતા. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં આ વખતે કુલ 7 તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. 7 મેના રોજ સવારે રાજ્યમાં તમામ બેઠકો પર એકસાથે મતદાન થવાનું છે. અને તમામ તબક્કાના પરિણામ 4 જૂને આવશે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર
આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ
આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?