Junagadh/ જૂનાગઢઃ પોલીસ તોડકાંડ મામલે PI તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરાશે

આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ATS  તરલ ભટ્ટને જૂનાગઢ સેસન્સ કોર્ટમાં રજૂ કરશે.  તોડકાંડમાં વધુ તપાસ માટે પીઆઈની પૂછપરછ માટે ATS  આજે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરશે.

Gujarat Top Stories Others
YouTube Thumbnail 99 જૂનાગઢઃ પોલીસ તોડકાંડ મામલે PI તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરાશે

જૂનાગઢમાં પોલીસ તોડકાંડને લઈને રાજ્યમાં મોટો હોબાળો મચ્યો છે. બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી નાણાં પડાવવામાં તોડ કરવામાં પોલીસની સંડોવણી સામે આવતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી છે. પોલીસ તોડકાંડ મામલે PI તરલ ભટ્ટ, ASI દિપક જાની અને અરવિંદ ગોહિલ એમ ત્રણ શખ્સ  વિરુદ્ધ ATSએ તપાસ હાથ ધરી છે. આ મામલે આજે PI તરલ ભટ્ટને ATS કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. અગાઉ તોડકાંડ મામલે ASI દીપક જાનીએ પોલીસ સમક્ષ ખુલાસા કર્યા છે. બાદમાં પીઆઈ તરલ ભટ્ટ વિરુદ્ધ તપાસ તેજ કરતા ઘરે દરોડા પાડવામાં આવ્યા બાદ શુક્રવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

તોડકાંડ મામલે આજે જૂનાગઢ SOG પોલીસ પણ શંકાના દાયરામાં છે. જૂનાગઢ તોડકાંડની તપાસ ATS દ્વારા કરવામાં આવી રહી છે. કેરળના કાર્તિક ભંડારીનું ફ્રીઝ કરેલ એકાઉન્ટ ચાલુ રાખવા પોલીસે રૂપિયાની માંગ કરી હોવાની સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી. સટ્ટાકાંડના આરોપી કાર્તિક ભંડારીનું ફ્રીઝ એકાઉન્ટ ચાલુ રાખવા સાયબર સેલમાં તોડ થયાનું સામે આવ્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જો કે ATSએ તોડકાંડ મામલે કાર્યવાહી હાથ ધરતા દિપક જાની બાદ પીઆઈ તરલ ભટ્ટ પણ તેમના સંકજામાં આવ્યા. જ્યારે અન્ય એક આરોપી અરવિંદ ગોહિલની શોધખોળ ચાલુ છે.

આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ATS  તરલ ભટ્ટને જૂનાગઢ સેસન્સ કોર્ટમાં રજૂ કરશે.  તોડકાંડમાં વધુ તપાસ માટે પીઆઈની પૂછપરછ માટે ATS  આજે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરશે. પીઆઈ તરલ ભટ્ટ પોતે સાયબર નિષ્ણાત હોવાથી કથિત ગુનામાં તેમની સંડોવણી હોવાનું સાબિત કરવું ATS માટે વધુ મુશ્કેલરૂપ બન્યું છે. તોડકાંડમાં પોલીસની જ સંડોવણી હોવાનું સામે આવતા સામાન્ય લોકોનો પોલીસ પરથી વિશ્વાસ ડગી ગયો છે. લોકો પોતાની સમસ્યા માટે પોલીસની મદદ લે છે ત્યારે પોલીસના આવા કારસ્તાન સામે આવતા લોકોમાં એક અજાણ્યો ભય જોવા મળ્યો છે. તોડકાંડમાં વધુ કેટલા પોલીસની સંડોવણી છે અને કયા સ્તર સુધી આ રેલો ફેલાયેલો છે તેની તપાસ માટે તોડકાંડના મહત્વના આરોપી પીઆઈ તરલ ભટ્ટના કોર્ટમાં રિમાન્ડની માંગ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : ઉત્તરપ્રદેશ : કોર્ટે ભાજપા સાંસદ રીટા બહુગુણાને 6 મહિનાની જેલની સજા ફટકારી, આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ કરાઈ સજા

આ પણ વાંચો : Breaking News/લાલકૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન, PM મોદીએ જાહેરાત કરી

આ પણ વાંચો : deo/વિદ્યાર્થી અને શિક્ષકોની વિગતો અપડેટ ન કરી શકનારી 200થી વધુ સ્કૂલોને DEOની નોટિસ