Amreli-Tragedy/ અમરેલી : રાજુલાના માંડરડી ગામમાં બની દુઃખદ ઘટના, PGVCLનો વાયર પડતા 5 વર્ષના બાળકનું થયું મોત

રાજુલાના માંડરડી ગામમાં 5 વર્ષનો બાળક બહાર ખુલ્લામાં રમત રમતો હતો. ત્યારે તેના પર 11 કે.વી.નો જીવતો વીજ વાયર પડતાં જ ઇલેક્ટ્રીક શોક લાગતા બનાવસ્થળ પર જ મોત થયું.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 100 અમરેલી : રાજુલાના માંડરડી ગામમાં બની દુઃખદ ઘટના, PGVCLનો વાયર પડતા 5 વર્ષના બાળકનું થયું મોત

અમરેલી : રાજુલાના માંડરડી ગામમાં 5 વર્ષના બાળકનું વીજવાયર પડવાથી મોત નિપજ્યું. માંડરડી ગામમાં 5 વર્ષના બાળક બહાર ખુલ્લામાં રમત રમતો હતો. ત્યારે તેના પર 11 કે.વી.નો જીવતો વીજ વાયર પડતાં જ ઇલેક્ટ્રીક શોક લાગતા બનાવસ્થળ પર જ મોત થયું. 5 વર્ષના બાળકને વીજ કરંટ લાગતા  રાજુલાની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જો કે તબીબે વીજકરંટ મોત થયાને પુષ્ટિ આપી. આ બાળક ગામમાં મજૂરી કરે રહેલ પરિવારનું હોવાનું સામે આવ્યું. મજૂર પરિવારે પોતાનું એકનું એક સંતાન ગુમાવતા માથે આભ તૂટી પડ્યું.

આ બનાવની વિગત મુજબ માંડરડી ગામમાં એક મજૂરી કરતો પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો. ત્યારે તેમનો 5 વર્ષનો બાળક ધાર્મિક વાડીમાં ખુલ્લો રમતો હતો. ત્યારે ઉપરથી પસાર થતો ઇલેવન કેવીનો વાયર અચાનક બાળકના માથા પર પડ્યો. તુરંત જ બાળકના પિતા તેને બચાવવા જાય છે ત્યારે તેમને પણ વીજ કરંટ લાગે છે. દરમ્યાન નાની વયનો બાળક વીજકરંટથી મૃત્યુ પામે છે. બાળકના મૃત્યુ પામવાની ઘટનાને લઈને સરપંચ સહિત સમગ્ર ગામના લોકો પણ બનાવ સ્થળ પર પંહોચે છે. બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. જ્યાં ડોક્ટર બાળકને મૃત જાહેર કરે છે.

માંડરડી ગામમાં PGVCLનો વાયર પડતા 5 વર્ષના બાળકનું મોત નિપજવાની ઘટના બનતા વિજ અધિકારીઓ સહિત ગામના આગેવાનો પણ તાત્કાલિક ઘટના સ્થળે પંહોચ્યા છે. પરિવાર આર્થીક પછાત હોવાનું જાણ થતાં ધારાસભ્યો, આગેવાનો તેમજ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સહિતનાએ સાંત્વના આપી બાળકના પિતા જગદીશભાઈ જીવાભાઈ બારૈયાને આર્થિક સહાયની ખાતરી આપી. માંદરડી ગામમાં ગામમાં મજૂર પરીવાર પોતાના સંતાન માટે કામ કરી રહ્યો છે ત્યારે વ્હાલસોયા બાળકનું વીજ વાયર પડતાં મોત થતા ભારે ચકચાર મચી જવા પામી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : ઉત્તરપ્રદેશ : કોર્ટે ભાજપા સાંસદ રીટા બહુગુણાને 6 મહિનાની જેલની સજા ફટકારી, આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ કરાઈ સજા

આ પણ વાંચો : Breaking News/લાલકૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન, PM મોદીએ જાહેરાત કરી

આ પણ વાંચો : deo/વિદ્યાર્થી અને શિક્ષકોની વિગતો અપડેટ ન કરી શકનારી 200થી વધુ સ્કૂલોને DEOની નોટિસ