Uttarpradesh court/ ઉત્તરપ્રદેશ : કોર્ટે ભાજપા સાંસદ રીટા બહુગુણાને 6 મહિનાની જેલની સજા ફટકારી, આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ કરાઈ સજા

ભાજપા સાંસદ રીટા બહુગુણા જોશી લખનઉના કેન્ટ વિધાનસબા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ઉત્તરપ્રદેશ કોર્ટે રીટા બહુગુણાને સજા અને દંડ ફટકાર્યો.

Top Stories India
YouTube Thumbnail 96 ઉત્તરપ્રદેશ : કોર્ટે ભાજપા સાંસદ રીટા બહુગુણાને 6 મહિનાની જેલની સજા ફટકારી, આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ કરાઈ સજા

ઉત્તરપ્રદેશ : લખનઉ એમપી એમએલએ કોર્ટે પ્રયાગરાજના બીજેપી સાંસદ રીટા બહુગુણા જોશીને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. વર્ષ 2012માં તેઓ વિધાનસભા ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવા બદલ દોષી સાબિત થયા હતા. આ મામલે લખનૌના કૃષ્ણા નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. MP-MLA કોર્ટના સ્પેશિયલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંબરીશ કુમાર શ્રીવાસ્તવે સજા સાથે કોર્ટે દંડ પણ ફટકાર્યો છે.

ભાજપા સાંસદ રીટા બહુગુણા જોશી લખનઉના કેન્ટ વિધાનસબા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જો કે ચૂંટણી પહેલા કરાતા પ્રચારમાં તેમણે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ હોવાનો તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો હતો. અને આ મામલે તેમના પર કોર્ટમાં કેસ પણ દાખલ કરાયો હતો. 17 ફેબ્રુઆરી, 2012ના રોજ સાંજે લગભગ 6.50 વાગ્યે લખનૌના કેન્ટ વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કૃષ્ણનગરના બજરંગ નગર વિસ્તારમાં રિટા બહુગુણા પ્રચાર કરી રહ્યા હતા. દરમ્યાન ચૂંટણી આચાર સંહિતા મુજબ પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ પણ તેમને જાહેર સભાને સંબોધી હતી.

અધિકારીઓને આ વાતની જાણ થતાં જ સ્ટેટિક સર્વેલન્સ મેજિસ્ટ્રેટ મુકેશ ચતુર્વેદી ઘટનાસ્થળે પહોંચી ગયા. ત્યાં તેમણે રીટા બહુગુણા જોશીને બજરંગ નગરમાં લગભગ 50 લોકોની ભીડ સાથે મીટિંગ કરતા જોયા. જે કેમેરામાં કેદ થયો હતો. આ મામલે ચતુર્વેદી વતી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ તપાસ બાદ તે જ વર્ષે 12 સપ્ટેમ્બરે જોશી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 20 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ, કોર્ટે રીટા બહુગુણા જોશીને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 126 હેઠળ 6 મહિનાની કેદ અને 1,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી, જ્યારે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ 100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બાદમાં તેમને રૂ. 20,000ના બોન્ડ અને જામીનની રકમ જમા કરાવ્યા બાદ વચગાળાના જામીન પર છોડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા રીટા બહુગુણા જોશી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. રીટા બહુગુણા જોશી ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ એચએન બહુગુણાની પુત્રી છે. તેઓ મહિલા રાષ્ટ્રીય પરિષદના ઉપાધ્યક્ષ અને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. તે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :અમેરિકા/ભારતીય મૂળની વિધાર્થિનીએ રચ્યો ઇતિહાસ, સંયુક્ત રાષ્ટમાં અમેરિકાનું કર્યું પ્રતિનિધિત્વ

આ પણ વાંચો : Accident/અમદાવાદ : બગોદરા-લીમડી હાઈવે પર ભયંકર અકસ્માતમાં 22 લોકો ગંભીરપણે ઘાયલ, 2ના મોત

આ પણ વાંચો :Pakistan/પાકિસ્તાન : અશાંત બલૂચિસ્તાન પર મોટા આંતકી હુમલામાં 15 લોકોના મૃત્યુ, 9 આતંકવાદીઓ ઠાર