Gst collection/ સરકારને નવરાત્રિ ફળીઃ જીએસટી કલેકશન 1.72 લાખ કરોડ

સરકારને નવરાત્રિ ફળી છે. જીએસટી કલેકશન 1.72 લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2023માં 1.72 લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેકશન થયું છે.

Top Stories Business
GST Collection સરકારને નવરાત્રિ ફળીઃ જીએસટી કલેકશન 1.72 લાખ કરોડ

નવી દિલ્હીઃ સરકારને નવરાત્રિ ફળી છે. જીએસટી કલેકશન 1.72 લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2023માં 1.72 લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેકશન થયું છે. આ ઉપરાંત હવે 100 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને પણ જીએસટીની અંદર લાવી દેવામાં આવી હોવાથી જીએસટી કલેકશનનો આંકડો સતત ઊંચો જાય તેમ માનવામાં આવે છે.

આમ વાર્ષિક ધોરણે જોઈએ તો ઓક્ટોબરનું જીએસટી કલેકશન 13 ટકા વધ્યું છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં જીએસટી કલેકશન 1.52 લાખ કરોડ હતું. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે એપ્રિલ પછીનો આ સૌથી મોટો જીએસટી કલેકશન આંકડો છે. આમ સરકાર જીએસટી શરૂ કર્યાના એક દાયકામાં માસિક જીએસટી આવક બે લાખ કરોડ સુધી પહોંચાડવાના લક્ષ્યાંક તરફ આગળ વધી રહી છે.

એપ્રિલ 2023માં જીએસટી કલેકશન 1.87 લાખ કરોડ રહ્યુ હતુ. તેથી આગામી એપ્રિલમાં જીએસટી કલેકશન બે લાખ કરોડને વટાવી જાય તો આશ્ચર્ય નહીં થાય. નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ જીએસટી કલેકશન 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યુ છે જે ગયા વર્ષની તુલનાએ 11 ટકા વધારે છે.

કુલ 1,72,000 કરોડના જીએસટી કલેકશનમાં જોઈએ તો સીજીએસટીના 30,062 કરોડ, એસજીએસટીના 38,171 કરોડ, જ્યારે આઇજીએસટીના 91,315 કરોડ છે. આઇજીએસટીમાં 42,127 કરોડના ઇમ્પોર્ટ ટેક્સનો સમાવેશ થાય છે. તેની સાથે 12,456 કરોડ રૂપિયાના ઉપકરનો પણ સમાવેશ થાય છે. આમ આઇજીએસટી માસિક ધોરણે એક લાખ કરોડની નજીક પહોંચવા આવ્યો છે. કેન્દ્ર સરકારે આઇજીએસટીમાંથી સીજીએસટીના 42,873 કરોડ રૂપિયા અને એસજીએસટીના 36,614 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે.


whatsapp ad White Font big size 2 4 સરકારને નવરાત્રિ ફળીઃ જીએસટી કલેકશન 1.72 લાખ કરોડ


આ પણ વાંચોઃ Mig-21 Bison/ ભારતીય વાયુસેનાએ મિગ-21 બાઇસન ફાઇટર એરક્રાફ્ટને કહ્યું અલવિદા, જાણો શું રહ્યો છે ઈતિહાસ

આ પણ વાંચોઃ Inaugurated Today/ PM મોદી અને બાંગ્લાદેશના શેખ હસીનાએ સંયુક્ત રીતે 3 વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

આ પણ વાંચોઃ Earthquake/ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા, દિનચર્યામાં વ્યસ્ત લોકોમાં અરાજકતા