Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ગુજરાત સરકારનાં નેતૃત્વમાં ગૃહ વિભાગ – પોલીસ ખાતું કરી રહ્યું છે આવી ગૌરવપૂર્ણ કામગીરી

ગુજરાત સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની અસરકારક જાળવણી માટે પોલીસ તંત્રને અદ્યતન સાધનો વડે સુસજ્જ બનાવ્યું છે. રૂપાણી સરકારનાં રાજમાં લોકોની સુરક્ષા-સલામતિ આંગળીનાં ટેરવે : ભારતભરમાં અગ્રેસર ગુજરાતનું પોલીસ ખાતું છે – ડિજિટલ, એડવાન્સ & 24/7 ઓનલાઈન ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં હવે ગુજરાતનું ગૃહ વિભાગ – પોલીસ ખાતું પણ ડિજિટલ […]

February 17, 2020Bhavesh Vyas
Top Stories Gujarat

ગુજરાત સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની અસરકારક જાળવણી માટે પોલીસ તંત્રને અદ્યતન સાધનો વડે સુસજ્જ બનાવ્યું છે.

રૂપાણી સરકારનાં રાજમાં લોકોની સુરક્ષા-સલામતિ આંગળીનાં ટેરવે : ભારતભરમાં અગ્રેસર ગુજરાતનું પોલીસ ખાતું છે – ડિજિટલ, એડવાન્સ & 24/7 ઓનલાઈન

ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં હવે ગુજરાતનું ગૃહ વિભાગ – પોલીસ ખાતું પણ ડિજિટલ બની ગયું છે. એફઆઈઆરથી લઈને ચાર્જશીટ સુધીની સંપૂર્ણ તપાસની કામગીરી હવે ઓનલાઈન ઉપલબ્ધ બની છે, ૨૪ કલાકમાં એફઆરઆઈ નોંધાઈ જાય છે અને ગુનેગારો પર પગલાં લેવાઈ કડક કાર્યવાહી પણ થાય છે. પોલીસ સ્ટેશનનો તમામ ડેટા મોબાઈલમાં આવી જતા પોલીસની કામગીરીમાં પણ પારદર્શિતા આવી છે. પરિણામે પોલીસ માટે કોઈપણ ઘટના કે બનાવની સચોટ અને ત્વરિત તપાસ કરવી સરળ બની છે. હાલ ગુજરાતનાં ૩૪ જિલ્લાનાં મુખ્ય મથકો, ૬ પવિત્ર યાત્રાધામ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ૪૧ સ્થળોએ ૧૨૩૮ જંકશનો પર ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમરાથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યનાં ૬૧૯ પોલીસ સ્ટેશન ૭૩૨૭ સીસીટીવી કેમરાથી સજ્જ છે. અલગ-અલગ મોબાઈલ એપ દ્વારા ક્રાઈમ પર કાબુ મેળવાઈ રહ્યો છે. ગુજરાતનાં ગૃહ વિભાગ – પોલીસ ખાતાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડિજિટલ, એડવાન્સ & 24/7 ઓનલાઈન બનાવવામાં આવ્યું છે. તમામ કામગીરી ઓનલાઈન બનતા પ્રશાસન, પોલીસ અને પ્રજા વચ્ચેનાં સંબંધો સુમેળભર્યા બન્યા છે. રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાગરિકોની સુરક્ષા-સલામતિ આંગળીનાં ટેરવે ઉપલબ્ધ કરાવી છે. ગુજરાત પોલીસ – ગૃહ વિભાગની ઓનલાઈન સેવાઓની અનોખી પહેલ અનેક લોકોને કામ આવી રહી છે. નીચે આપેલી વિવિધ એપ મોબાઈલમાં ડાઉનલોડ કરીને માત્ર એક ક્લિકથી જ ગુજરાત ગૃહવિભાગ – પોલીસ ખાતાની સેવાઓનો લાભ લઈ શકાય છે.

અભયમ ૧૮૧ મોબાઈલ એપ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહિલાઓની સહાયતા, સુરક્ષા, સલામતી માટે એક અભિનવ પહેલ કરતા ૧૮૧ અભયમ મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ક્યાંય પણ કોઈ પણ મહિલા મુસીબતમાં મુકાઈ તો ગણતરીની પળોમાં જ આ એપ્લિકેશન તેને સંપૂર્ણપણે સહાયક બને છે. આ એપ દ્વારા ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન અને કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. આ ઉપરાંત વન સ્ટોપ સેન્ટર, મહિલા સુરક્ષા સમિતિ અને મહિલા સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ જેવા મહિલા સશક્તિકરણનાં કાર્યો દ્વારા ગુજરાતનું ગૃહ વિભાગ મહિલાઓની સહાયતા, સુરક્ષા અને સલામતી માટે સતત કાર્યરત છે.

પોકેટ કોપ પ્રોજેક્ટ : આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં દરેક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ, તપાસ અધિકારી, પી.સી.આર.વેન અને પાસપોર્ટ વેરીફીકેશન કામગીરી સંભાળતા પોલીસકર્મીઓને ૪૯૦૦ સ્માર્ટ મોબાઈલ ફોન ડેટા કનેકટીવીટી સાથે અપાયા છે. આ સ્માર્ટ ફોનમાં ૬૮ લાખથી વધુ ગુન્હાહિત રેકર્ડ ધરાવતી વ્યક્તિઓ-ગુનેગારોની માહિતી સહિતનો ડેટા બેઈઝ આંગળીના ટેરવે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. પોકેટ કોપ વ્‍યવસ્‍થાથી નાગરિકોની પાસપોર્ટ વેરિફિકેશન જેવી સેવાઓ ઝડપી બની છે. પોલીસ પણ ગુનેગારોની તમામ માહિતી આંગળીના ટેરવે પ્રાપ્ત કરી શકે છે. આ એપ્લીકેશનથી ગુજરાત પોલીસની કામગીરીમાં અભૂતપુર્વ ચોક્કસાઈ, ઝડપ અને અસરકારતા આવી છે. ચોરાયેલા વાહન અને ગુમ થયેલી કે મળી આવેલી વ્યક્તિ અથવા લાશની ઓળખ કરવામાં આ પ્રોજેક્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે.

સિટીઝન ફર્સ્ટ એપ : ગુજરાત પોલીસ દ્વારા સિટીઝન ફર્સ્ટ ગુજરાત નામનું વેબપોર્ટલ તેમજ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવ્યા છે. જેના દ્વારા નાગરિકોની ખોવાયેલી વસ્તુ કે વ્યક્તિનો રિપોર્ટ કરવો, નવા ભાડુઆત કે ઘરઘાટીની નોંધણી કરવી, એનઓસી, પોલીસ વેરીફિકેશન તેમજ એફઆઈઆરની કોપી મેળવવા જેવી પોલીસ વિભાગની ૧૬ જેટલી સેવાઓ ઓનલાઈન મેળવી શકાય છે. આ એપમાં મહિલાઓ માટે પણ અલાયદી સવલત પૂરી પાડવામાં આવી છે. મહિલાઓ સાથે અત્યાચારના, દહેજ બાબતે ત્રાસ, છેડતી, મશ્કરી કે રસ્તામાં કોઈપણ હેરાનગતિ થાય તો આ એપમાં મહિલા પોલીસ મથક નામના ફિચર્સ પર ક્લિક કરે તો તેણીને અહીંથી જે-તે શહેરનાં મહિલા પોલીસ મથકનો નંબર તથા મહિલા ઓફિસરનો નંબર મળી રહેશે. એ મોબાઈલ નંબર પર તેણી સીધી ફરિયાદ કરી શકે છે.

સાયબર આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા ગુજરાતમાં વધતા જતા ક્રાઈમનાં કિસ્સાઓને ધ્યાનમાં રાખીને વિશ્વાસ અને સાયબર અશ્વસ્થ નામનાં બે પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યા છે. વિશ્વાસ પ્રોજેક્ટ્સ અંતર્ગત પ્રથમ તબક્કામાં ૪૧ શહેરોને ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમેરાથી આવરી લેવામાં આવ્યા છે. દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમને નાથવા માટે ગુજરાતે પહેલ કરીને સમગ્ર દેશને નવો રાહ ચિંધ્યો છે. આ માટે સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. ૧૦૦ અને ૧૧૨ નંબર ડાયલ કરતા સાયબર ક્રાઈમ સંબંધિત પોલીસ કર્મી માહિતીના આધારે જરૂરી પગલાં લે છે. ઓનલાઈન છેતરપીંડી બનાવ અટકાવવામાં આ પ્રોજેક્ટ સફળ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

કટાર લેખ/ સરકારની તિજોરીનું સંતુલન ખોરવાય છે, ત્યારે તેની અસર પ્રાથમિક જરૂરિયાતો પર પણ પડે જ…
સૈન્યમાં કાયમી મહિલા આયોગ અંગે મોદી સરકારને ઘેરાવા જતા રાહુલ ગાંધી ખુદ આ રીતે ફસાયા

More Posts

Zharkhand News/ ‘મારી પાસે માત્ર ત્રણ જ વિકલ્પ બચ્યા છે’ ચંપાઈ સોરેન, ઓગસ્ટના ભાજપમાં જોડાવવાની અટકળો

August 27, 2024August 27, 2024Heena Dave

Not Set/ આંધ્રપ્રદેશમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 20 થયો,હજુ પણ 30 લોકો ગુમ

November 20, 2021garima rao

Not Set/ મહેસાણાનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચ્યો કોરોનાનો કહેર, વધુ 3 કેસ આવ્યા સામે…

June 2, 2020Hemakshi Vyas
accident

Jammu Kashmir/ પહેલગામમાં 39 જવાનોને લઈ જતી બસ દુર્ઘટનાગ્રસ્ત, 7થી વધારે જવાનોના મોત

August 16, 2022August 16, 2022Nita vagh
British Prism

British Prism/ ભારતીય ઇતિહાસ બ્રિટિશ દ્રષ્ટિકોણથી લખાયો છે: અમિત શાહ

January 12, 2023jani

Not Set/ ગાંધીજીના ભારતને અમે જિયા ઉલ હકનું પાકિસ્તાન બનવા દેવા માંગતા નથી: મહેબુબા મુફ્તિ

December 31, 2018December 31, 2018harshjit jani

તાપી/ કોરોનાના કેરમાં વ્યારા જનરલ હોસ્પિ.ની ઘોર બેદરકારી, જીવિત વ્યક્તિનો કર્યો મૃત જાહેર

March 28, 2021Maya Sindhav

Not Set/ અમદાવાદમાં BRTS કેશલેસ બનવાથી હજારો નાગરિકોને લાગશે ઝટકા?

August 16, 2018August 18, 2018mantavya
Kashmir

Kashmir/ જમ્મુ-કાશ્મીરમાં શહીદ પોલીસકર્મી અલી મોહમ્મદ ગનીના પુત્રને આતંકીઓએ મારી ગોળી

February 24, 2023garima rao

Ahmedabad News/ રિવરફ્રન્ટ પર એક્સેસ ડિવાઈડર સાથે ટકરાતા યુવકનું મોત, અન્ય બે ઘાયલ

October 21, 2025Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy