Not Set/ કટાર લેખ/ સરકારની તિજોરીનું સંતુલન ખોરવાય છે, ત્યારે તેની અસર પ્રાથમિક જરૂરિયાતો પર પણ પડે જ…

દેશમાં રાષ્ટ્રવાદ પર લાલચ હાવી થઇ હોય તેવું દેશવાસીઓ એ દિલ્હીના પરિણામો બાદ અનુભવ્યું છે. કેમ કે, દિલ્હીની કેજરીવાલ સરકારે ૨૦૦ યુનિટ સુધીની વીજળી ફ્રી , પાણી અને મહિલાઓને બસમાં મુસાફરી ફ્રી જેવી કેટલીય નાની મોટી સુવિધાઓ આપવાનું કામ કર્યું છે. જો કે, દેશની હવાઓ માં “મફત” શબ્દ ખાસ્સો જરી પુરાણો છે. સાડીઓ, લેપટોપ, સાયકલ […]

Top Stories India

દેશમાં રાષ્ટ્રવાદ પર લાલચ હાવી થઇ હોય તેવું દેશવાસીઓ એ દિલ્હીના પરિણામો બાદ અનુભવ્યું છે. કેમ કે, દિલ્હીની કેજરીવાલ સરકારે ૨૦૦ યુનિટ સુધીની વીજળી ફ્રી , પાણી અને મહિલાઓને બસમાં મુસાફરી ફ્રી જેવી કેટલીય નાની મોટી સુવિધાઓ આપવાનું કામ કર્યું છે. જો કે, દેશની હવાઓ માં “મફત” શબ્દ ખાસ્સો જરી પુરાણો છે. સાડીઓ, લેપટોપ, સાયકલ , ટેબ્લેટ, ઘઉં, ચોખા કોણ જાણે કઈ કેટલીય ચીજો મફતમાં આપવાનો જુનો અને ચવાઈ ગયેલો પેતરો છે. હમણાં થોડા સમય અગાઉ જ મોદી સરકાર દ્વારા ખેડૂત સન્માન નિધિ યોજના અન્વયે વાર્ષિક ૬૦૦૦ રૂપિયા રોકડા આપવાની શરૂઆત કરાઈ હતી. જેમાં ગરીબ ખેડૂતોની સાથે સાથે પૈસાદાર લોકોએ પણ સરકાર આપે છે તો કેમ ના લઈએ ? તેવા ટોન સાથે આ મામુલી રકમ લીધી હતી. કહેવાનો આશય છે કે, દિલ્હીમાં આ જ ચીજ અસર કરી ગઈ છે કે, જેમાં ગરીબ શબ્દ ને બદલે આટલા યુનિટ ફ્રી તેવી યોજનાઓ અમલમાં છે. એટલે કે લોકોને ગરીબોને જ આપવામાં આવતી સુવિધામાં કોઈ રસ નથી. તેમને તો તેમને શું મળે છે તેમાં રસ છે..

જો કે, અહી આ ચર્ચા કરવાનો આશય થોડો અલગ છે. કેમ કે, મફતનું કેટલા દિવસ ? અને મફતનું આખરે કોના ખિસ્સામાંથી? એક સવાલ તે પણ છે. અને સરકારી તીઝોરી આ મફતનો બોઝ કેટલા પ્રમાણમાં વેઠી શકે ? તે પણ એક સવાલ છે. તેવામાં આ અંગે વિશેષ વાત કરીએ તો,

આ અંગે દિલ્હી સરકરની એક રીપોર્ટ મુજબ , ૨૦૧૮-૧૯ માં તેમણે સબસીડી પર ૧૭૦૦ કરોડ જેટલો ખર્ચ કર્યો છે. તેની સામે દિલ્લીમાં કેટલાય તેવા પરિવારો છે કે, જેમનું વીજળીનું બીલ શૂન્ય આવે છે . જો કે તેના આંકડા દર મહીને બદલાતા રહે છે. પરંતુ ફક્ત ડીસેમ્બર મહિના ની જ વાત કરીએ તો ૪૮ લખ લોકોનું બીલ શૂન્ય આવે છે.

તેમજ મફત બસ મુસાફરી માટે પણ ૧૦૮ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. તેમજ પાણી પર પણ કેજરીવાલ સરકારે ૪૬૮ કરોડ જેટલા ખર્ચ કર્યા હતા. જેમાં લગભગ ૧૪ લાખ જેટલા લોકોને તેનો ફાયદો થયો છે. તે સાથે જ દિલ્હી સરકારે દિલ્હીમાં ૪૦૦ જેટલા મહોલ્લા કલીનીક પણ ખોલી રાખ્યા છે. તેમજ આ વખતના બજેટમાં ૩૭૫ કરોડ જેટલા નાણા આ મહોલ્લા ક્લીનીક માટે અલગથી ફાળવવામાં આવ્યા છે. ત્યારે કહેવાનું તાત્પર્ય છે કે, આ કરોડોના વધારાના નાણા કે જેની સામે સરકારની કોઇપણ પ્રકારનું વળતર મળવાનું નથી. તેવામાં આર્થિક નિષ્ણાતો માટે આ એક ચર્ચાનો વિષય છે કે , આ પ્રકારની મફતની લ્હાણીઓ થી શું સરકારી ખજાનો ખાલી નહી થાય ? સરકારી તીઝોરીનો ભાર વધી નહિ જાય? જેવા જમીન સાથે જોડાયેલા સવાલો તો ઉભા જ છે.

ત્યારે અહી આ ચર્ચા કરવાનો બહુ સીધો આશય છે કે, આ પ્રકારની યોજનાઓ શું દેશનું કે રાજ્યનું બજેટ સંતુલન નહિ ખોરવી નાખે? રેવન્યુ સંતુલન નો મતલબ છે કે આવક અને ખર્ચમાં સંતુલન ઠીક છે કે નહિ? આ અંગે RBI ના આંકડાઓ અનુસાર, ૧૦ વર્ષ અગાઉ દિલ્હી રાજ્ય નો જીડીપી ૪.૨ % સરપ્લસ હતો. અને આજે ઘટીને તે ૧૦ વર્ષે ફક્ત ૦.૬ % થઇ ગયો છે.

જેનો સીધો અને સ્પષ્ટ મતલબ છે કે, જે નાણા દિલ્હી સરકારની તીઝોરીમા જમા થઇ રહ્યા હતા, તે ધીમે ધીમે ૦ એ પહોચી ચુક્યા છે અને તેને ૦ માંથી માઈનસમાં જતા સમય નહિ લાગે. અને ખજાનો એક દિવસ સાવ ખાલીખમ્મ થઇ જશે. તળિયે જશે. જો કે, આ અંગે જાણકારો તેમ જણાવી રહ્યા છે કે, હજુ અન્ય રાજ્યોની તુલનાએ દિલ્હીની સ્થિતિ બહેતર છે, પરંતુ અગર આ યોજનાઓ કોઇપણ પ્રકારના આવકના નવા સંશાધનો વિકસાવ્યા વિના ચાલુ રહેશે તો આવનાર દિવસો પડકારજન્ય હશે.

અન્યથા દરેક રાજ્ય આ યોજનાઓ સિવાય તેના રાજ્યમાં મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા મોટું ભંડોળ અલગ રાખતા હોય છે. જેમાં મુખ્યત્વે નવી હોસ્પિટલ્સ , સ્કૂલ્સ , ફ્લાયઓવર , જેવી સુવિધાઓ માટે હોય છે. અને આ બધી એક તેવી જરૂરિયાતો છે કે જે ફરજીયાત તો છે પરંતુ સાથે સાથે એક દિવસમાં જ તૈયાર નથી થતી અને તેની સામે તેનો જંગી ખર્ચ પણ કોઈ એક દિવસ માં નથી થતો હોતો . જેને કેપિટલ એક્સપેન્ડીચર કહેવામાં આવે છે. અને આ ખર્ચમાં પણ આવા ખર્ચાઓને લીધે કમી આવી છે. ૨૦૧૧-૧૨ માં રાજ્યના જીડીપીમાં કેપિટલ એક્સપેન્ડીચર ૧.૧૬ % હતો જે ઘટીને હાલ ૦.૫૪ % રહી ગયો છે.

ત્યારે અહી કહેવાનો આશય છે કે, આ પ્રકારે મુખ્ય અને પ્રાથમિક જરૂરિયાતના કામો માટે રાખેલા નાણા આવી યોજનાઓ પાછળ વપરાઈ જાય અને સામે છેડે સરકારને આ યોજનાઓમાં થી કઈ મળે પણ નહિ. પરંતુ અહી સવાલ લોકોને ખુશ કરવાનો છે. અને લોકો પણ કશું સમજ્યા કે જાણ્યા વગર તેમના હિત કોરાણે મૂકી ને નાની અમથી વાતોમાં ખુશ થઇ જાય છે. વળી આ અંગે જયારે કેજરીવાલને સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી પોતાને માટે ૧૯૧ કરોડનું હેલીકોપ્ટર ખરીદી શકે છે તો અમે આવા ખર્ચા બચાવીને આ યોજનાઓ પર ખર્ચ કરીએ છીએ તેમાં ખોટું શું છે ?

આખરે વાત આટલી જ છે કે, ૧૯૧ કરોડનાં હેલીકોપ્ટરનો ખર્ચ કૈક વધારે છે તો મફત ની લ્હાનીઓ પણ ખતરનાક તો છે જ. કેમ કે આનાથી બજેટનું સંતુલન ખોરવાય છે. અને દેશ વધુ ભિખારી બને છે, જે જમીની હકીકત છે.

@કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી…….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.