Not Set/ હિમાચલના 13માં CM તરીકે જયરામ, કેમ આજનો દિવસ હિમાચલ માટે ઐતિહાસીક દિવસ છે, જાણો

ગુજરાત પછી બુધવારે હિમાચલ પ્રદેશમાં પણ ભાજપની નવી સરકારની શપથવિધિ પૂર્ણ થઈ છે. હિમાચલ પ્રદેશના 13માં CM તરીકે જયરામ ઠાકુરે શપથ ગ્રહણ કર્યા છે. સીએમની સાથે સાથે સમારોહમાં ડોક્ટર રાજીવ બંસલ, ગોવિંદ સિંહ ઠાકુર, વિક્રમ સિંહ, વિરેન્દ્ર કંવર, વિપિનસિંહ, રામલા માર્કંડા, સરવીન ચૌધરી, અનિલ શર્મા, સુરેશ ભારદ્વાજ, કિશન કપૂર, મહેન્દ્રસિંહ ઠાકુર શપથ લીધા હતાં. ગોવિંદસિંહ ઠાકુર અને સુરેશ ભારદ્વાજે સંસ્કૃતમાં શપથ લીધા હતા. મહેન્દ્રસિંહ, સુરેશ ભારદ્વાજ, અનિલ શર્મા, સરવીન ચૌધરી, […]

Top Stories India

ગુજરાત પછી બુધવારે હિમાચલ પ્રદેશમાં પણ ભાજપની નવી સરકારની શપથવિધિ પૂર્ણ થઈ છે. હિમાચલ પ્રદેશના 13માં CM તરીકે જયરામ ઠાકુરે શપથ ગ્રહણ કર્યા છે. સીએમની સાથે સાથે સમારોહમાં ડોક્ટર રાજીવ બંસલ, ગોવિંદ સિંહ ઠાકુર, વિક્રમ સિંહ, વિરેન્દ્ર કંવર, વિપિનસિંહ, રામલા માર્કંડા, સરવીન ચૌધરી, અનિલ શર્મા, સુરેશ ભારદ્વાજ, કિશન કપૂર, મહેન્દ્રસિંહ ઠાકુર શપથ લીધા હતાં.

ગોવિંદસિંહ ઠાકુર અને સુરેશ ભારદ્વાજે સંસ્કૃતમાં શપથ લીધા હતા.

મહેન્દ્રસિંહ, સુરેશ ભારદ્વાજ, અનિલ શર્મા, સરવીન ચૌધરી, રામલાલ માર્કંડે, વિપિનસિંહ પરમાર, વિરેન્દ્ર કંવર, વિક્રમસિંહ, ગોવિંદસિંહ, સુરેરાજીવ સહજલે કેબીનેટ મંત્રી તરીકે લીધા શપથ.

આજનો દિવસ હિમાચલ પ્રદેશ માટે ઐતિહાસીક દિવસ છે. કારણકે, અત્યાર સુધી અહીં કોઈ પણ સીએમની શપથ વિધિમાં વડાપ્રધાન હાજર રહ્યા નથી. જ્યારે જયરામ ઠાકુરની શપથવિધિ માટે વડાપ્રધાન મોદી અહીં પહોંચ્યા હતા. જયરામ ઠાકુરની શપથ વિધિમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી અને અનંત કુમાર તેમજ લાલકૃષ્ણ અડવાણી સહિત ભાજપના સીનિયર નેતાઓ પણ હાજર રહ્યા હતા.

શપથ ગ્રહણ સમારોહમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, છત્તીસગઢના ડૉ. રમણ સિંહ, યુપીના યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે, ગુજરાતના સીએમ વિજય રુપાણી, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, ઉત્તરાખંડના સીએમ કત્રિવેન્દ્ર સિંહ રાવત , ઝારખંડના સીએમ રઘુવાર દાસ અને આસામના સીએમ સર્વાનંદ સોનોવાલ સહિત 13રાજ્યોના સીએમ પણ હાજર રહ્યા હતા.

છેલ્લા 65 વર્ષમાં હિમાચલ પ્રદેશમાં માત્ર 6 વ્યક્તિ જ સીએમ બન્યા છે. તેમાં યશવંત સિંહ પરમાર, ઠાકુર રામલાલ, શાંતા કુમાર, પ્રેમ કુમાર ધૂમલ, વીરભદ્ર સિંહ અને જયરામ ઠાકુર છે.