Not Set/ વડાપ્રધાન મોદી નોઈડામાં નવનિર્મિત મેટ્રો લાઈનનું આજે ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદી નોઈડામાં નવનિર્મિત મેટ્રો લાઈનનું આજે ઉદ્ઘાટન કરશે. માજી મુખ્યપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને દિવસે જ મોદી દિલ્હીમાં પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કરશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનએ નોઈડાના સાઉથ દિલ્હી વચ્ચે મેટ્રોની મેજેન્ટા લાઈન તૈયાર કરી છે. વડાપ્રધાન બપોરે પછી નોઈડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન પહોંચશે. ત્યારપછી તેઓ નોઈડાના એક કાર્યક્રમમાં હાજરી આપશે. મેટ્રોના […]

India
metro kRa વડાપ્રધાન મોદી નોઈડામાં નવનિર્મિત મેટ્રો લાઈનનું આજે ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદી નોઈડામાં નવનિર્મિત મેટ્રો લાઈનનું આજે ઉદ્ઘાટન કરશે. માજી મુખ્યપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને દિવસે જ મોદી દિલ્હીમાં પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કરશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનએ નોઈડાના સાઉથ દિલ્હી વચ્ચે મેટ્રોની મેજેન્ટા લાઈન તૈયાર કરી છે. વડાપ્રધાન બપોરે પછી નોઈડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન પહોંચશે. ત્યારપછી તેઓ નોઈડાના એક કાર્યક્રમમાં હાજરી આપશે.

મેટ્રોના ઈનોગ્રેશન પ્રોગ્રામ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપવમાં આવ્યું નથી. પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને યુપી સરકારે દરેક તૈયારીઓ પૂરી કરી લીધી છે. સીએમ યોગી આદિત્યનાથે પણ બે દિવસ પહેલાં જ નોઈડાની મુલાકાત લીધી હતી.

રવિવારે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દિલ્હી મેટ્રોની નવનિર્મિત મેજેન્ટા લાઇન શહેર પરિવહનના આધુનિકીકરણની મિસાલ છે. આ લાઇન દિલ્હી અને નોઇડાની વચ્ચેની યાત્રા તેજ અને આરામ દાયક બનાવશે