મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્ર લખી દિલ્હીની જનતા સાથે સીધો સંવાદ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. સીએમ કેજરીવાલે દિલ્હી વિદ્યુત બોર્ડના પેંશનધારકો અને ડબલ્યુએસ કેટેગરીમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને પત્ર લખ્યો છે. સીએમ એ જણાવ્યું કે જો કોઈ પરેશાની હોય તો ઈમેલ કે ફોનનો ઉપયોગ કર્યા વગર સીએમ હાઉસ ખાતે તે પોતાની વાત રજૂ કરી શકે છે.જેથી સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવી શકે.
મહત્વનું છે કે સીએમ આવનાર દિવસોમાં પાંચ લાખથી વધુ પત્ર લખી જનતા સાથે સંવાદ શરૂ કરશે.અત્યાર સુધીમાં માત્ર 40 હજાર લોકોને પત્ર લખી રહ્યા છે. મહત્વનું છે કે સીએમ ઓફિસના એક સિનિયર અધિકારીનું કહેવું છે કે પાંચ લાખથી વધુ પત્રો લખ્યા બાદ બીજા તબક્કામાં શિષ્યવૃતિ મેળવનાર વિદ્યાર્થીઓને પણ પત્ર લખવામાં આવી શકે છે. મહત્વનું છે કે દિલ્હીમાં અલગ અલગ વિભાગમાં કુલ 10 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામા આવી રહી છે
